Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શેરડીની બજારો ધમધમી

  દેવ દિવાળી નિમિતે રાજકોટની બજારોમાં ઢગલા મોઢે શેરડી વેંચાણમાં મુકાઇ હતી. દેવ દિવાળી નિમિતે તુલસી કયારે શેરડી પધરાવવાની પ્રથા આપણે ત્યાં હજુએ જળવાતી આવી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી શેરડીની ખરીદી ચારે બાજુ નીકળી પડી છે. જુની ખડપીઠ સહીતની શેરડી બજારો ધમધમી ઉઠી છે. શેરડીની ખરીદવા માટે દેવ દિવાળીના શુકન સચવાતા હોય છે. આ વર્ષે શેરડીનો પાક પ્રમાણમાં સારો હોય તેમ હોબેશ આવક જોવા મળી રહી છે. શહેરના માર્ગો ઉપર જગ્યા મળી ત્યાં શેરડીવાળાઓએ ધંધો ગોઠવી લીધો હતો. તસ્વીરમાં મીઠી મધ શેરડીના ભારા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:46 am IST)