Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શુક્રવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર - સન્યાસ ઉત્સવ- સંતવાણી

પુનમ-દેવ દિવાળી ગુરૂનાનક દેવ જયંતિ નિમિતે :શિબિર આયોજન સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ) શિબિર સંચાલક સ્વામી સત્ય પ્રકાશ, સંતવાણી આયોજકઃ બકુલભાઇ ટિલાવત, શિબિર કાર્યક્રમ આયોજક પૂવી દીદી, માં પ્રેમ સુરંજના, સ્વામી અંતર પથિક (જીતેન્દ્ર ઠકકર) દ્વારા હાસ્યધ્યાન

 રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યક્રમોથી ધમધમતા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સ્વીઝરલેન્ડના ઓશો સન્યાસી સ્વામી પ્રેમ મૂર્તિનો સ્વામી સત્યપ્રકાશ સાથે વર્ષો જુનો અતૂટ નાતો રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ શ્રી દ્વારા દર પુનમે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરે છે. હરપુનમે શિબિરનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરે તેવો તેઓશ્રીનો આંતરીક ભાવ હમેંશ રહેલો છે. સ્વામી પ્રેમમૂર્તિ ગંગાસતી પાનબાયના ભજનો પણ ભાવથી ગાય છે. તેમના મુખેથી ભજનો સાંભળવા જીવનનો એક લ્હાવો છે.

આગામી તા.૧૯ને શુક્રવારના રોજ પુનમ-દેવદિવાળી ગુરૂનાનક દેવ જયંતિ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે રાબેતા મુજબ એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ) દ્વારા કરવામાં આવ્યું છે. જેની રૂપરેખા આ મુજબ છે. સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એક પણ દિવસ ચુકયા વગર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત કરવામાં આવે છે.) સવારે ૭:૧૫ થી ૮ બ્રેકફાસ્ટ સવારે ૮:૩૦ થી બપોરના ૧ દરમિયાન ગુરૂવંદના, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરીહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન  વિડીયો દર્શન, પ્રશ્નોતરી, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો સ્વામી દેવ રાહુલનું નાનકદેવ પરનું વિશેષ પ્રવચન સ્વામી અંતર પથીક દ્વારા વિશેષ હાસ્ય ધ્યાન ગુરૂનાનક દેવના કિર્તન સાથે જમ્બો કેક કટીંગ સન્યાસ ઉત્સવ સંધ્યા ધ્યાન, કિર્તન ધ્યાન રાત્રે ૮:૩૦ વાગ્યે શિબિર સમાપન બાદ મહાપ્રસાદ (હરીહર) રાત્રે ૯ થી ૧૧:૩૦ દરમિયાન હરપુનમની માફક ભજનીક શ્રી બકુલભાઇ ટિલાવત દ્વારા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણી માં બકુલભાઇ તથા તેમના સાથી કલાકારો દ્વારા સંતો-મહંતોની વાણી ગાઇ શ્રોતાઓને ધ્યાન-ભકિતમાં લીન કરશે સંતવાણીમાં આ પુનમે અહિથી વિશેષ જામનગરના બેન્જો માસ્ટર કરસનભાઇ તથા ઓશો સન્યાસી જગદીશભાઇ રાઠોડ દ્વારા સંતો-મહંતોની વાણી પીરસશે.

ઉપરોકત એક દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં તથા સંતવાણીમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી પ્રેમ મૂર્તિ તથા ઓશો ઇનર સર્કલ હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન  મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી, ડીમાર્ટ પાછળની શેરી રાજકોટ.

જેઓએ નામ નોંધણી કરાવેલ હશે તેઓને જ શિબિરમાં પ્રવેશ આપવામાં આવશે. નામ નોંધણી માટે રૂબરૂ ધ્યાન મંદિર પર અથવા નીચે આપેલા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા કરાવી શકાશે. વિશેષ માહિતી તથા નામ નોંધણી કરાવતા એસએમએસ માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦  (વોટસએપ)

(11:22 am IST)