Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગોંડલના વાસાવડમાં કાકાના ઝઘડામાં વચ્ચે પડતાં રમેશ અને તેના ભાઇ પ્રવિણ મકવાણા પર પાઇપના ઘાઃ રમેશને માથામાં હેમરેજઃ હત્યાની કોશિષનો ગુનો

રાજકોટઃ ગોંડલ તાબેના વાસાવડમાં રહેતાો રમેશ છગનભાઇ મકવાણા (ઉ.૩૩) અને તેના ભાઇ પ્રવિણભાઇ મકવાણા ગામમાંથી નીકળ્યા ત્યારે તેના કાકા જીતુભાઇ મકવાણા સાથે વાસવડનો કિશોર મોહનભાઇ મિયાત્રા ઝઘડો કરતો હોઇ રમેશ અને તેના ભાઇ પ્રવિણભાઇ આ બંનેને છોડાવવા વચ્ચે પડતાં અને સમજાવતાં કિશોર મિયાત્રાએ ઉશ્કેરાઇ જઇ પ્લાસ્ટીકના પાઇપના ત્રણેક ઘા રમેશને વાંસામાં મારી દઇ મુંઢ ઇજા કરી હતી. તેમજ તેણે અગાઉ માથામાં હેમરેજનું ઓપરેશન કરાવ્યું હોઇ એ જ જગ્યાએ પાઇપનો ઘા ફટકારી દેતાં ફરી હેમરેજ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયો છે. ગોંડલ તાલુકા પીએસઆઇ ડી. પી. ઝાલાએ રમેશની ફરિયાદ પરથી કિશોર સામે આઇપીસી ૩૦૭ સહિતની કલમો હેઠળ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

(10:48 am IST)