Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મ્યુ. કોર્પોરેશનના સ્થાપના દિને વિવિધ શાખા વચ્ચે રંગોળી સ્પર્ધા

શહેરીજનોને આ સુશોભન નિહાળવા પદાધિકારીઓ દ્વારા અનુરોધ

રાજકો,તા.૧૫: આગામી તા.૧૯નવેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકાનો સ્થાપના દિવસ છે. દર વર્ષે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ૧૯ નવેમ્બર મહાનગરપાલિકાના ૪૭મા સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમ કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ એક યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપના દિન એટલે કે, ૧૯/૧૧/૨૦૧૯ના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્સ ખાતે રાત્રે ૦૮:૩૦ કલાકે બોલીવુડના સુપ્રસિદ્ઘ પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા રંગતરંગ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. તેની સાથે સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજકોટ મ્યુનિ. કોર્પો. સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબના સંયુકત ઉપક્રમે મહાનગરપાલિકાની જુદી જુદી શાખા વચ્ચે સેન્ટ્રલ ઝોન ખાતે રંગોળી સ્પર્ધા રાખવામાં આવેલ છે. તેમજ સ્થાપના દિને સુશોભન કરી ત્રણેય ઝોન કચેરીને રોશનીથી શણગારવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર રંગોળી સ્પર્ધા અને સુશોભન નિહાળવા પદાધિકારીઓએ શહેરીજનોને નિમંત્રણ પાઠવે છે.

(3:54 pm IST)