Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રસ્સા ખેંચમાં મોદી સ્કુલ ઝળકી

 યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ તથા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી શહેર દ્વારા ખેલ મહાકુંભ-ર૦૧૯માં  અન્ડર-૧૭ની રસ્સાખેંચનું આયોજન થયેલ. તેમાં પી. વી. મોદી સ્કૂલની ધો.૯માં વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતુ. તે ટીમમાં ડોબરીયા દાનવી, સરધારા દિશા, દોશી શ્રેયા, સોરઠીયા વેન્સી, ભીમાણી ઇશા, દોંગા સંધ્યા, કારેલીયા રાજવી, ભોજાણી નેન્સી, અને રામાણી શ્રેયા સામેલ હતા.  તેઓને આ સ્પર્ધાની તૈયારી વ્યાયામ શિક્ષક આશિષભાઇ જોષીએ કરાવી હતી. તેઓની સફળતાને મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર. પી. મોદીએ બીરદાવીને અભિનંદન પાઠવેલ હતા.

(3:42 pm IST)