Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે રવિવારે આત્મિય કોલેજમાં સેમીનાર

શ્રી સહજાનંદ ગૌશાળા દ્વારા આયોજન : જિલ્લા ખેતી અધિકારી શ્રી ડઢાણીયા માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૧૫ : ધરતી પુત્રો ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એ રીતે દેશને રોગમુકત બનાવવા અભિયાન ચલાવી રહેલ શ્રી સહજાનંદ ગૌ શાળા દ્વારા આગામી તા. ૧૭ ના રવિવારે એક માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવેલ છે.

અકિલા ખાતે વિગતો વર્ણવતા ગૌશાળાના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૭ ના રવિવારે સાંજે ૪ થી ૭ આત્મિય કોલેજ, કાલાવડ રોડ ખાતે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની સમજ આપવા એક સેમીનાર ગોઠવવામાં આવેલ છે. જેમાં જિલ્લા ખેતી અધિકારી અને ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ભોમિયા એવા નાનુભાઇ ડઢાણીયા ઉપસ્થિત રહી ખેડુત ભાઇઓએ માર્ગદર્શન આપશે.

ગાય આધારીત ખેતી કરવા અને એ રીતે કરેલ ઉત્પાદનનું વેંચાણ કરવા એક સંગઠનની પણ રચના કરાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા કાંતિભાઇ પટેલ (સહજાનંદ ગૌશાળા), પ્રભુદાસભાઇ તન્ના (શ્રીજી ગૌશાળા), ચંદ્રેશભાઇ પટેલ (કિશાન ગૌશાળા), ડો. ખાનપરા (નિવૃત્ત ખેતીવાડી અધિકારી), દિલીપભાઇ સખીયા (પ્રમુખ ભારતીય કિશાન સંઘ), યોગેશભાઇ સગપરીયા, ઓધવજીભાઇ પટેલ, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, ચતુરભાઇ પટેલ, દિનેશભાઇ મણવર, મહેશભાઇ મહેતા, કાંતિભાઇ વાછાણી, રમેશભાઇ વાછાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ અંગેની વધુ માહીતી માટે કાંતિભાઇ પટેલ (મો.૯૮૨૪૨ ૩૩૭૨૯), ચંદ્રેશભાઇ પટેલ (મો.૯૭૧૪૯ ૯૫૯૫૦), દિનેશભાઇ મણવર (મો.૯૯૦૯૦ ૨૬૮૭૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગેના સેમીનાર વિષે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌ શાળાના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)