Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આર.ટી.ઓ.ની સતાના વિકેન્દ્રીકરણના લીધેલા નિર્ણયો વાહન વ્યવહારના ઇતિહાસમાં પ્રશંસનીય

વિજયભાઇના પ્રજાલક્ષી નિર્ણયોને આવકારતા રાજુ ધ્રુવ : ખેડુતોને મદદરૂપ થવાની દિશામાં નકકર પગલું સુશાસનની પ્રતિતિ કરાવી

 રાજકોટઃ  તા.૧૫, ભાજપ અગ્રણી શ્રી  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં હૈયે ખેડૂતોનું હિત વસેલું છે. તેઓ પ્રજાહિતમાં સત્વરે અને સંવેદનશીલતા સાથે અનેક નિર્ણયો લઈ સદાય સૌને ખુશખબર-સુખાકારી આપતા રહ્યાં છે. હાલમાં જ તેમણે ગુજરાતનાં ખેડૂતોનાં સંકટ સમયે પ્રજા વત્સલ શાસક બની ખેડૂતો ને એક બહુ મોટી ભેટ આપી છે. રાજયમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજય સરકારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલું ૭૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ ખેડૂતો માટે ખેતીને પોષણક્ષમ બનાવી રાખવાની દિશામાં નક્કર પગલું છે. ખેડૂતલક્ષી નીતિ અનુસાર લેવાયેલ કૃષિ વિકાસલક્ષી નિર્ણયો થકી રાજયના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ચોક્કસ બમણી થશે તેમાં કોઈ બેમત નથી.

વિશેષમાં ખેડૂતોને પાક વીમો મળે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત પ્રયત્નશીલ રહ્યા...અધિકારીઓ અને રાજયના કૃષિમંત્રી સાથે ચર્ચા કરી આ દિશામાં નક્કર પરિણામ માટે પ્રયત્ન કર્યા...રાજયમાં ખેતીમાં થયેલા નુકશાની અંગે રાજયના ખેતીવાડી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી..ખેડુતોને નુકશાની નોંધાવી શકે તે માટે તાત્કાલીક ટોલ ફ્રી નમ્બર જાહેર કર્યા.. અતિવૃષ્ટિ ના કારણે થયેલા નુકશાનથી જગતના તાતને સહાય મળે તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ...ખેડૂતોના હીતમાં વીમા કંપનીઓ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવા આદેશ કર્યો.. આજે વીમા કમ્પનીઓએ અનેક ગામોમાં સર્વે પુરા કર્યા.

દેશનાં વાહનવ્યવહારના ઈતિહાસમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને અભિનંદન આપતાં રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વાહનવ્યહાર હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ કરવાથી વેપાર- ઉદ્યોગમાં ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક વહિવટ સાથે Ease of Doing Businessની દિશામાં આ ગુજરાતનું દૂંરદેશીભર્યું પગલું છે. આ નિર્ણયથી લાખો લોકોનાં કરોડો કલાકો બચશે. લોકોની સમય-શકિત બચશે, પેટ્રોલનો બચાવ થશે, ટ્રાફિક પ્રદૂષણ દ્યટશે અને ધંધા રોજગારમાં ઝડપ સાથે કાર્યક્ષમતામાં વધારો થશે. મુખ્યમંત્રીશ્રીનાં નિર્ણય બાદ શરૂ થનારી સેવાઓથી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને દ્યર બેઠાં ઝડપથી સીધો લાભ થવાથી આર.ટી.ઓ કચેરીના ધક્કાઓ ખાવા નહીં પડે જેનાથી તેમનાં સમય,પૈસા અને શકિતનો બચાવ થશે. વિજયભાઈ રૂપાણી આરટીઓ - ચેકપોસ્ટ દૂર કરવા તથા લર્નિંગ લાઇસન્સ માટે આર.ટી.ઓ ની સાત નું વિકેન્દ્રિકરણ કરી ૨૨૧ આઈ. ટી.આઈ  તથા સરકારી  ૨૯ પોલીટેકિનક ખાતે થી કાઢી આપવા અંતર્ગત લીધેલા નિર્ણયો વાહનવ્યવહારનાં ઈતિહાસમાં નોંધનીય બની રહેશે.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં જનસેવાનાં કાર્યો થવામાં અને જનસામાન્યનાં વિકાસ માટેની અનેક નવતર પહેલનું સાક્ષી ગુજરાત બની રહ્યું છે.ઙ્ગ ભાજપ સરકાર દ્વારા એક પછી એક લેવામાં આવી રહેલા પ્રજાહિતલક્ષી નિર્ણયો રાજયમાં સુશાસનની પ્રીતિતિ કરાવી રહ્યા છે. પાછલાં કેટલાંક દિવસોમાં લાખો-કરોડો લોકોનાં હિતમાં સત્વરે અને સંવેદનશીલતાથી દ્યણા બધા નિર્ણય લીધા છે. વહીવટી સરળતાથી લોકોની હાડમારી ઓછી થાય અને આધુનિક વ્યવસ્થાથી લોકોને દ્યરબેઠાં સુવિધા મળી શકે તેવાં નિર્ણયોથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ એક સંવેદનશીલ, ઝડપી અને પારદર્શક મુખ્યમંત્રી તરીકે પોતાની છાપ ઊભી કરી છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.

(3:41 pm IST)
  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST

  • આવતીકાલ શનિવારથી શબરીમાલા મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે : 3 મહિના સુધી દર્શન માટે ખુલ્લા મુકનારા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં નહીં આવે : તેમ છતાં ભૂમાતા બ્રિગેડ લીડર સામાજિક કાર્યકર મહિલા તૃપ્તિ દેસાઈએ પહેલા જ દિવસે એટલેકે આવતીકાલે મંદિરમાં પ્રવેશવાનો મક્કમ નિરધાર વ્યક્ત કર્યો access_time 12:56 pm IST

  • સરતાનપર રોડ ઉપર પેપરમીલમાં મજૂરો વચ્ચે બઘડાટી : ૪ને ઈજા :વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પેપરમીલના કારખાનામાં મજૂરો વચ્ચે મારામારી થતા ૪ મજૂરોને ઈજા થઈ છે : તેમાંથી બે મજૂરોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે : વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 6:34 pm IST