Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નારાયણનગર ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટરમાં ગોવિંદ પટેલ દ્વારા રમકડા અર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ગુરૂવાર ના રોજ નારાયણનગર CMTC ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર, ઢેબર રોડ, ઢેબર કોલોની પાસે, રાજકોટ ખાતે શહેરના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા બાળકોને રમવા માટે રમકડા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં રાજકોટ શહેરના માન. ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રમુખશ્રી અનીશભાઈ જોષી, પ્રમુખ નીલેશભાઈ જલ, મહામંત્રી  નરેન્દ્રભાઈ કુબાવત, મંત્રી અરવિંદભાઈ તલસાણીયા, યુવા મહામંત્રીશ્રી કેયુરભાઈ મશરૂ, કોર્પોરેટરશ્રી અનીતાબેન ગોસ્વામી, રાજકોટ શહેર પોલીસ સલાહકાર સદસ્ય શ્રી હરિભાઈ રાતડીયા, જયેશભાઈ પંડયા, શ્રી જગદીશભાઈ રાણપરા, શ્રી ડો. કેતનભાઈ કાચા, શ્રી ભનુંભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ટાંક, રાજુભાઈ બુધ્ધદેવ, નરેન્દ્રભાઈ મકવાણા, શ્રી ગંભીરસિંહ પરમાર, શ્રી વાળા બાપુ, શ્રી જયવીરસિંહ પરમાર, શ્રી ગીરીશભાઈ પોપટ, શ્રી કેશુભાઈ હાજર રહ્યા હતા.  ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી નારાયણનગર CMTC સેન્ટર ખાતે બાળકો માટે કુલ ૩૦ નંગના ૪૦,૦૦૦ નું અનુદાન આપવામાં આવેલ તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

(3:40 pm IST)