Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

શહેરી વિસ્તારમાં 'સીટ બેલ્ટ'ના કાયદા હેઠળ પોલીસને કેસો કરવાની સત્તા નથી!

હાઇવે ઉપર વાહન ગતિમાં હોય ત્યાં જ સીટ બેસ્ટ પહેરવો ફરજીયાત છેઃ આરટીઓની વેબસાઇટ મુજબ ગુનાની માંડવાળ કરવાની પોલીસને સત્તા ન હોય સ્થળ ઉપર દંડ વસુલી શકે નહિઃ સીટ બેલ્ટના કાયદા અંગે પોલીસનું દંડારાજ અયોગ્ય છેઃ એમ.એ.સી.પી. બાર એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદી

રાજકોટ તા. ૧પ :.. ગુજરાતમાં 'હેલ્મેટ' અને 'સીટબેલ્ટ', પીયુષી પ્રમાણ પત્ર સહિતન કાયદા અંગે સરકારનું મનસ્વી વલણ અને પોલીસના દંડા રાજથી લોકો ત્રાહીમામ છે. ત્યારે રાજયમાં સીટ બેલ્ટના કેસો કરવાની પોલીસને સત્તા જ નથી. તે અંગે રાજકોટ એમ. એ. સી. પી. બારના પ્રમુખ અને એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે સીટ બેલ્ટ અંગેના કાયદા મુજબ ગુજરાત રાજય પ્રાદેશિક વાહન વ્યવહાર ડીપાર્ટમેન્ટ તરફથી જે ગાઇડ લાઇન તેની વેબ સાઇટ ઉપર દર્શાવેલ છે. તેમાં વાહન ચાલક વાહનની ગતિમાં હોય ત્યારે સીટ બેલ્ટ પહેરવો પડે જયારે સીટી વિસ્તાર ગતિ મર્યાદા ૩૦ કી. મી. ની હોય જેથી સરકારશ્રીની ઉપર મુજબ આરટીઓની વેબ સાઇટમાં જણાવેલ છે કે, સદરહું ગુનો માંડવાળ કરવાની સત્તા સીટી પોલીસને નથી. જેથી સીટી પોલીસ કોઇ દંડ કરી શકે નહિ આ અંગેની સત્તા મોટર વ્હીકલ એકટ ઇન્સ્પેકટર એટલે કે, આર. ટી.ઓ. ને આપવામાં આવેલ છે. જે માત્ર હાઇવે પુરતી સીમીત છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ જેમાં રૂલ ૧રપ મુજબ વાહન ફુલ ગતિમાં હોય ત્યારે જ સીટ બેલ્ટ પહેરવાની જરૂર પડે ેજે ભારત સરકારની તમામ વેબ સાઇટ ઉપર આ હકિકત જોવા મળે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હેલ્મેટ, પિયુપી, લાયસન્સ અને વિમા જેવી બાબતે સ્થળ ઉપર પોલીસ દંડ વસુલી શકે નહિ તેમજ વાહન ચાલકને જયારે રોકવામાં આવે ત્યારે તેની પાસે ઉપર મુજબના કોઇપણ ડોકયુમેન્ટ ન હોય ત્યારે ૧પ દિવસમાં આવા ડોકયુમેન્ટો મોબાઇલમાં પણ બનાવી શકે છે. ત્યારે હાલમાં જે રીતે દંડાના જોરે વસુલી થાય છે. તે ફકત રૂપિયા ખંખેરવા અને લોકોને હેરાનગતી માટે થઇ રહ્યાનું ચર્ચાય છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ સબ રૂલ્સ (૩) ઓફ રૂલ ૧૩૮ સીટ બેલ્ટ અંગે સબ રૂલ (૧એ) ૧રપ અંગે : તથા સુપ્રીમ કોર્ટ રીટ પીટીશન નં. (સીવીલ) ૧૩૦ર૯/૧૯૮પ તા. ૧૪-૧ર-૧પ તથા ગુજરાત વા. વ્ય.કમીશ્રી તરફથી એમ.વી.પી. / સી. એમ.વી.આર. ૧રપ/૧૮૪ તા. ૧૭/૧/ર૦૦ર ના પરીપત્ર સુચના આપેલ છે.

આ મુજબ ફોર વ્હીલ ચાલકો શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં સ્પીડ લીમીટ ૩૦ થી વધુ ગતીમાં ન હોય ચલાવી શકતા ન હોય તેમજ આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચલાવવાની અગવડતા પડતી હોય તથા (ગુજરાતના હાલના ર૦૧૦ પછી ના જીડીસીઆરમાં ફેરફારોના કારણે બીલ્ડીંગ હાઇરાઇઝ બનેલ છે અને તેમાં પાર્કિંગ ન હોવાના કારણે લોકો રસ્તાના ઉપર પાકિંર્ગ કરતા હોય જેને કારણે રસ્તા ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જેના કારણે વાહન અથડાતા વાહન ચાલકો વચ્ચે ઘષર્ણ થતા હોય છે).

આ અંગે આ કલમમાં સ્પષ્ટ જણાવેલ છે કે વાહન ગતિમાં હોય એટલે કે શહેરી વિસ્તાર નહીં પરંતુ તેનો અર્થ એવો થાય કે હાઇવે ઉપર દંડ થઇ શકે અને તેમાં પોલીસ અધિકારી તથા આર.ટી.ઓ એટલે કે મોટર વાહન ઇન્સ્પેકટર દરજજાના અધીકાર દંડ લઇ શકશે. જયારે હાલમાં જેઓને સતા નથી તેઓ માત્ર રૂપિયા ખંખેરવાના ટાર્ગેટના કારણે જ દંડ વસુલતા હોય ગુજરાત સરકાર વિરૂધ્ધ પ્રજામાં ભયંકર રોષ પ્રવર્તિ રહ્યો છે. આગામી દિવસોમાં લોકોનો રોષ વિસ્ફોટક બને તે પહેલા સરકાર જો નહિ જાગે તો સરકાર વિરૂધ્ધ નવનિર્માણ જેવું આંદોલન પણ થશે તેવું ચર્ચાય રહ્યું છે.

આ અંગે એમ.એ.સી.પી. બાર ના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદીએ કાયદાકીય જણાવેલ છે. એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદી હાલમાં હેલ્મેટના વિરોધમાં કોર્ટે સાયકલ ઉપર આવે છે. સીટબેલ્ટ ન પહેરવાની જોગવાઇના ભંગ બદલ મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ની કલમ-૧૭૭ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો બને છે. જેમાં પ્રથમ ગુના માટે રૂપિયા ૧૦૦ અને બીજા અથવા પછીના ગુના માટે રૂપિયા ૩૦૦/- સુધીનો દંડ કરવાની સત્તા જે.એમ.એફ.સી. કોર્ટને આપવામાં આવેલ છે. આ ગુન્હો માંડવાળ થઇ શકે તેવો છે. જેને માંડવાળ કરવા માટેની સત્તા આસી. મોટર વ્હીકલ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના અધિકારીને આપવામાં આવેલ છે. જેની ફી રૂપિયા ૧૦૦/- છે. સદરહ ગુન્હો માંડવાળ કરવાની (સ્પોટ ફાઇન) કરવાની સતા પોલીસને નથી. પરંતુ તે સતા પોલીસને આપવાની બાબત સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ સક્રિય વિચારણામાં છે. જયારે પોલીસ પોતાની રીતે વર્તી રહી છે.

(3:25 pm IST)