Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આ દ્રશ્યએ રસ્તા પર રમૂજ ફેલાવી

.શહેરમાં રોજબરોજ પોલીસ દંડની કાર્યવાહીમાં લાખોનો દંડ વસુલી રહી છે. નો-પાર્કિંગમાં વાહનો રાખનારા ચાલકો પાસેથી પણ દંડ વસુલાય છે અને ઘણીવાર નો પાર્કિંગમાં વાહન મુકીને ચાલક-માલિક જતાં રહ્યા હોય તો આવા વાહનોને ટો કરી જવામાં આવે છે. અવાર-નવાર કાર સહિતના ફોરવ્હીલરને પોલીસના ખાસ વાહનથી ટોઇંગ કરીને લઇ જવાતા હોવાના દ્રશ્યો જોવા મળતાં રહે છે. પરંતુ આજે યાજ્ઞિક રોડ પર પોલીસની જીપને જ ટોઇંગ કરીને લઇ જવામાં આવતી હોય તેવું દ્રશ્ય જોવા મળતાં રોજબરોજ દંડના ડામથી પીડાતી પ્રજામાં રમૂજ ફેલાઇ ગઇ હતી. એક વાહન ચાલક તો બોલી ઉઠ્યા હતાં કે...લે આલે પોલીસની જીપ ઉપાડી લીધી?...જો કે પોલીસની જીપ નો-પોર્કિંગમાં હોવાથી ટોઇંગ નહોતી કરવામાં આવી, પણ ખોટકો સર્જાતા આમ કરવું પડ્યું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:24 pm IST)