Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પી.આઇ.જી.એમ.હડીયા અને વી. એસ. લાંબા સહીત નવની રાજકોટમાં નિમણુંક

રાજયમાં ૧પ પીઆઇની બદલીના હુકમો કરાયા

રાજકોટ, તા., ૧૫: રાજયમાં બઢતી પામેલ ૧પ પીઆઇની બદલીના હુકમો કર્યા છે જેમાં નવ પીઆઇને રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ બઢતી પામેલ ૧પ પીઆઇની બદલીના હુકમો કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના કે.એ.વાળા અને એમ.સી.વાળા, દેવભુમી દ્વારકાના જે.વી.ધોળા અને પાટણના બી.ડી.ઝીલરીયા, અમરેલીના સી.જી.જોશી, જુનાગઢના એ.એસ.ચાવડા, કચ્છ પશ્ચિમના વી.જે.ચાવડા અને જી.એમ.કડીયા તથા નર્મદા જીલ્લાના એમ.બી.ઓસુરાને રાજકોટ શહેરમાં નિમણુંક  આપવામાં આવી છે. તેમજ અમદાવાદ ઇન્ટેલીજન્સના વી.એસ.લાંબાને પણ રાજકોટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં  નિમણુંક આપવામાં આવી છે. પીઆઇ જી.એમ.હડીયા અને વી.એસ.લાંબા અગાઉ રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુકયા છે.(૪.૬)

(12:59 pm IST)