Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આનંદ બંગલા ચોક ગાર્ડન પાસે ૩૦વર્ષના અજાણ્યા યુવાનનું મોત

અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યાની શંકા

રાજકોટ તા. ૧પ : આનંદ બંગલા ચોક અશોક ગાર્ડન પાસે માથામાં ઇજા થવાના લીધે અજાણ્યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજયું છ.ે

મળતી વિગત મુજબ આનંદ બંગલા ચોક અશોક ગાર્ડન પાસે એક ૩૦ થી ૩પ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી હિતેશભાઇએ તપાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા માલવીયા નગર પોલીસ મથકના પીએસઆઇ જે.કે.પાંડાવદરા તથા રાઇટર ચીરાગભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. અજાણ્યા યુવાનને માથાના ભાગે ઇજા જોવા મળતા કોઇ વાહન ચાલકે તેને ઠોકરે ચડાવ્યાની શંકાના આધારે સીસીટીવી કુટેજ ચકાસવા તજવીજ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા-સંબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ -ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુંછે.

(11:42 am IST)