Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ગોસ્વામી સમાજ દ્વારા રવિવારે સન્માન સમારોહ

પપ૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વયકિતઓનું સન્માન કરાશે : સમુહલગ્નના કાર્યક્રમો જાહેર કરાશે

રાજકોટ તા. ૧૫ : દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી તા. ૧૮ ના રવિવારે તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યકિતઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે દશનામ જાગૃતિ મંડળ છેલ્લા ૨૭ વર્ષથી ગોસ્વામી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેના ભાગરૂપે આગામી તા. ૧૮ ના રવિવારે બપોરે ૧ વાગ્યે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે આ સન્માન સમારોહ ગોઠવેલ છે.

જેમાં ધો.૧ થી કોલેજ કક્ષાએ ૮૦% થી વધુ માર્કસ મેળવનાર પપ૦ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માનીત કરાશે.

ઉપરાંત દશનામ સમાજના વિશિષ્ટ વ્યકિતઓનું સંસ્થા દ્વારા સન્માન કરાશે. જેમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરનાર વ્યકિતઓ સર્વશ્રી દિલીપપુરી કેશુપુરી, મિલનપુરી પ્રવિણપુરી, હિતેશગીરી મોહનગીરી તથા જગદીશગીરી કરશનગીરી વગેરેનું તેમજ રમત ગમત ક્ષેત્રે યોગદાન બદલ વ્યકિત વિશેષોનું સન્માન કરાશે.

કાર્યક્રમમાં દિપપ્રાગટય પ્રેમગીરી દેવગીરી (અધ્યક્ષ દશરથ ચેરી.ટ્રસ્ટ), અમૃતગિરિ સિદીગિરિ, ભરતભારથી વશરામભારથી, ત્રિભુવનગિરિ મોહનગિરિ (જ્ઞાતિ સેવક), ડો. પ્રિયકાંતપુરી એમ. ગોસ્વામી (શિક્ષણવિદ્દ) ના હસ્તે કરાશે.

પ્રમુખ તરીકે રાજેશગિરિ પ્રેમગિરિ, અધ્યક્ષ તરીકે પ્રવિણપુરી યશવંતપુરી રાજકોટ વગેરે ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય  મહેમાન તરીકે હિતેશગિરિ ભગવાનગિરિ અગ્રણી ઉદ્યોગપતિ, એડવોકેટ અશ્વિનગિરિ બચુગિરિ, પી.સી. ગોસ્વામી, અગ્રણી કેળવણીકાર રાકેશપુરી વિજયાનંદપુરી, યુવા એડવોકેટ મહેન્દ્રગિરિ કરશનગિરિ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરશે.

દર વર્ષની જેમ આગામી માર્ચ ૨૦૧૯ માં આયોજીત ૧૧ કન્યાઓના સમહુલગ્ન અંગેની રૂપરેખાઓ આ સમારોહ દરમિયાન અપાશે. જોડાવા ઇચ્છુકોેને ફોર્મ વિતરણ કરાશે. આ માટે પ્રફુલગિરિ ટી. ગોસ્વામિ, ૨૮૪, આનંદનગર કોલોની, ઓમ વિદ્યાલય, રાજકોટ મો.૯૪૨૬૨ ૧૬૩૫૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

કાર્યક્રમમાં દાતાઓ સર્વશ્રી ત્રિભોવનગિરિ મોહનગિરિ, પ્રવિણપુરી યશવંતપુરી, પ્રેમગિરિ દેવગિરિ, શિવ એગ્રો, અમૃતગિરિ સિદીગિરિ, મહેન્દ્રગિરિ દોલતગિરિ, પ્રયકાંતપુરી એમ. સ્વામી, રમેશગિરિ જગદીશગિરિ (ખેરડી), ભરતભારથી વશરામભારથી, પ્રમોદપુરી મોહનપુરી, યશવંતગિરિ કેશવગિરિ, ચમનપુરી ગંગાપુરી, રમેશગિરિ ધીરજગિરિ, અશ્વિનગિરિ હિરાગિરિ, જયોતિષગિરિ રામગિરિ, કિશોરપુરી ઝવેરપુરી, મહેશગિરિ શંભુગિરિ ગોસ્વામી, એમ. એસ. ગોસાઇ, નવીનપુરી મગનપુરી ગોસ્વામી, પ્રવિણપુરી ઝવેરપુરી, વિનોદભારથી સવજીભારથી, દિપકગિરિ બાબુગિરિ, પ્રફુલગિરિ ભાવગિરિ, પ્રવિણભારથી પ્રતાપભારથી, ચંદુગિરિ સવજીભારથી, સ્વ. સવીતાબેન નારણગિરિ, ગજેન્દ્રપુરી વિનયપુરી, પ્રદિપગિરિ મહેશગિરિ, નૈનેશગિરિ, હરેશપુરી જયસુખપુરી, ડો. હિંમતગિરિ અમૃતગિરિ વગેરેનો સહયોગ મળેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જયોતિગિરિ રામગિરિ, મંત્રી વિજયગિરિ અમૃતગિરિ, ઉપપ્રમુખ દિપકગિરિ બાબુગિરિ, અશ્વિનગિરિ હિરાગિરિ, ખજાનચી પ્રવિણપુરી ઝવેરપુરી, સહમંત્રી રાજેન્દ્રપુરી વિનયપુરી, હરેશગિરિ નટવરગિરિ, સંગઠનમંત્રી પંકજગિરિ અશોકગિરિ, માનદ પ્રમુખો પ્રફુલગિરિ ત્રિભોવનગિરિ, વિનોદભારથી સજીવનભારથી, જયોતિષગિરિ પ્રફુલગિરિ, શાંતિગિરિ શંભુગિરિ, પ્રમોદપુરી મોહનપુરી, કમલપુરી લાભુપુરી, પ્રવિણભારથી ધરમભારથી, મહેશગિરિ શંભુગિરિ, પ્રા. યશવંતગિરિ કેશવગિરિ, અમુલગિરિ અરવિંદગિરિ, રાજેન્દ્રપુરિ વિનયપુરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સાથે દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ હરેશગિરિ પ્રભાતગિરિ, મંત્રી ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, ખજાનચી વિરલપુરી ધરમપુરી, માનદ પ્રમુખો ચિરાગગિરિ પ્રફુલગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, ચેતનપુરી કમલપુરી, વરૂણપુરી રણછોડપુરી, ભાવેશગિરિ નટવરગિરિ, કૈલાષગિરિ હંસગિરિ, કલ્પેશગિરિ અનોપગિરિ, જનકપુરી રમણિકપુરી, હિતેશભારથી વિનોદભારથી, પ્રફુલપર્વત દિનેશ પર્વત, અજયભારથી અશ્વિનભારથી, મૌલિકગિરિ અશ્વિનગિરિ, સુરેશગિરિ શાંતિગિરિ, વિપુલગિરિ ચમનગિરિ, વિશાલભારથી હિંમતભારથી, સાવનગિરિ રાજેશગિરિ રાજેશગિરિ, અલ્પેશગિરિ, હિંમતગિરિ, નિલેશપુરી રમેશપુરી, ગૌરવભારથી વિજયભારથી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા જયોતિગિરિ ગોસ્વામી (મો.૯૪૨૬૨ ૪૭૮૫૬), વિજયગિરિ અમૃતગિરિ (મો.૯૮૨૫૦ ૮૫૫૨૨), દિપકગિરિ બાબુગિરિ (મો.૯૪૨૬૨ ૫૪૧૯૯), પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, પ્રવિણભારથી ધરમભારથી, અશ્વિનગિરિ હિરાગિરિ, પ્રવિણપુરી ઝવેરપુરી, એસ.એસ. ગોસાઇ, પંકજગિરિ અશોકગિરિ, રાજેશગિરિ ઇશ્વરગિરિ, હરેશગિરિ પ્રભાતગિરિ, ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, જનકપુરી રમણીકપુરી, અજયભારથી અશ્વિનભારથી, વિશાલભારથી હિંમતભારથી, સાવનગિરિ રાજેશગિરિ, પ્રુફલપર્વત દિનેશપર્વત, સુરેશગિરિ શાંતિગિરિ, કલ્પેશગિરિ અનોપગિરિ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)