Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સપ્તસુર ગ્રુપ દ્વારા ૨૪મીએ મ્યુઝીકલ નાઇટ

ગાયકો-પ્રશોજીત ગુહા (મુંબઇ), અશ્વિની મહેતા (રાજકોટ), આસિત સોનપાલ(રાજકોટ): સંગીત દિગ્દર્શક-તુષાર ગોસાઇ, ઉદ્દઘોષીકા મિનલ સોનપાલ

રાજકોટ તા.૧૫: વર્ષોથી સંગીતક્ષેત્રે નામના ધરાવનાર સપ્તસુર ગ્રુપ તથા તેમના આયોજક શ્રી આસિત સોનપાલ (નોટરી એડવોકેટ) તથા શ્રીમતી મિનલ સોનપાલ દ્વારા અવાર-નવાર રાજકોટ ખાતે સંગીતના કાર્યક્રમો આપતા રહે છે. વિક્રમ સંવત ૨૦૭૫ના શરૂઆતમા રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ભવ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એડવોકેટ -નોટરી શ્રી આસિત સોનપાલે જણાવ્યું છે કે નવા વર્ષમાં દિગ્ગજ ગાયક કલાકારો દ્વારા ગવાયેલા હંમેશ માટે કર્ણપ્રિય રહયા છે તેવા ગીતોનો ગુલદસ્તો રજુ કરી સંગીત પ્રેમી જનતાને મંત્રમુગ્ધ કરવા આગામી તા. ૨૪ના શનિવારે હેમુ ગઢવી મેઇન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

દેશ-વિદેશમાં નામના ધરાવનાર અનેક કાર્યક્રમો આપનાર રફી સાહેબના ગીતોથી વધુ નજીક જેમનો અવાજ છે. જેઓ દરેક પ્રકારના ગીતો રજુ કરી શકે છે તેવા શ્રી પ્રશોજીત ગુહા ખાસ મુંબઇથી આવશે અને જુના-નવા ગીતોનો ગુંજારવ કરી રાજકોટની સંગીતપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કરશે. રાજકોટની સૂર સામગ્રી જેઓએ દેશ-વિદેશમાં રાજકોટનું ગૌરવ વધારેલ છે. લતા-આશાના ગીતોની મલ્લીકા શ્રીમતી અશ્વિની મહેતા ગીતો રજુ કરશે.

સપ્તસુર ગ્રુપના ડાયરેકટર શ્રી આસિત સોનપાલનો બાળપણથી સંગીતનો શોખ રહયો છે. પોતાની વ્યસ્તતા વચ્ચે સંગીતની સાધના કરતા રહે છે જેઓ પોતાના કંઠના કામણ પાથરશે રાજકોટના નામાંકીત કલાકાર મ્યુઝીક ડાયરેકટર શ્રી તુષાર ગોસાઇ પોતાની ટીમ સાથે અદ્દભુત સંગીતનો રસથાળ પીરશસે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં શ્રીમતી મિનલબેન સોનપાલ કરશે. સાઉન્ડ એન્જીનીયર શ્રી સુનિલભાઇ પટેલ (પેરેમાઉન્ટ સાઉન્ડ) સેવા આપશે તથા વિડીયોગ્રાફી શ્રી ચેતનભાઇ પોપટ (સદ્દગુરૂ વિડીયો) તથા ફોટોગ્રાફી શ્રી દિનેશભાઇ ગોંધીયા કરશે.

કાર્યક્રમમાં શ્રી દિલીપભાઇ પટેલ, શ્રી એન.એન. જોષી, શ્રી યોગેશભાઇ પૂજારા (પૂજારા ટેલીકોમ), શ્રીમતી રીટાબેન પૂજારા, શ્રી જી.આર. રાચ્છ, શ્રી એમ.એલ. નથવાણી, શ્રી પંકજભાઇ દેસાઇ, શ્રી જયેશભાઇ કતીરા, શ્રી દિલીપભાઇ ચંદારાણા, શ્રી રાજીવભાઇ દોસી, શ્રી ચમનભાઇ ગોવીંદીયા, શ્રી રવિભાઇ ભટ્ટ, શ્રી સુનિલભાઇ શાહ, શ્રી જયપ્રકાશભાઇ પટેલ, શ્રી ચંદુભાઇ પનારા, શ્રી મનોજભાઇ સોની વિગેરે ઉપસ્થિત રહેશે.

આ સંગીત યાત્રાને માણવા ૧૦૨, આદિત્ય સેન્ટર ફુલછાબ ચોક મો.નં. ૯૯૭૯૦ ૩૫૮૬૮ નો સંપર્ક કરવો. કાર્યક્રમને આખરી ઓપ સપ્તસુર ગ્રુપના કમિટી મેમ્બર શ્રી મહેન્દ્રભાઇ ભીંડે, શ્રીમતી ઉમાબેન ભીંડેે, શ્રી ગીરધરભાઇ ઠુમ્મર, શ્રીમતી શોભનાબેન ઠુમ્મર જહેમત ઉઠાવી રહ્યાં છે.

(3:36 pm IST)