Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પ્રગતિ સોસાયટીમાં ૨૪મીથી ભાગવત કથા : કૃષ્ણકુમાર શાસ્ત્રી જ્ઞાનગંગા વહાવશે

જોબનપુત્રા પરિવાર યજમાનપદે : વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ : અહિંના રૈયા રોડ પર વિમાનગર પાસે પ્રગતિ સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે ઠા. ગીરધરલાલ ગોરધનદાસ જોબનપુત્રા પરિવારના યજમાનપદે કારતક માસમાં તા.૨૪-૧૧થી ૧-૧૨ પર્યત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનંુ પાવન આયોજન થયું છે. જેમાં વકતા તરીકે ગીતા વિદ્યાલયના સંચાલક ભાગવતાચાર્ય ડો.કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજ (મો.૯૮૯૮૩ ૧૮૨૮૩) રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે તથા બોધદાયી દૃષ્ટાંતો, વિજ્ઞાન અને અધ્યાત્મ, ભૃણહત્યા, પર્યાવરણ, કન્યા કેળવણી, રાષ્ટ્રપ્રેમ, દહેજપ્રથા, વ્યસનમુકિત, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સાંજે ૪ થી ૭:૩૦નો રહેશે.

યજમાન પરિવારના સુરેશભાઈ, નરેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, અશ્વિનભાઈ જોબનપુત્રા કથામાં પૂજાવિધિ તથા આરતીનો ધર્મલાભ લેશે. તા.૨૪ને શનિવારે બપોરે ૩:૩૦ કલાકે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થેશ. કથામાં તા.૨૬ના રોજ કપિલ જન્મ, સતી ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, તા.૨૭ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૮ના રોજ વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ, ભવ્ય નંદમહોત્સવ, તા.૨૯ના રોજ ગીરીરાજ ઉત્સવ, ગોપીગીત વગેરે પ્રસંગો ભકિતભાવપૂર્વક ઉજવાશે. તા.૧ને શનિવારે કથાની પૂર્ણાહૂતિ થશે. સર્વે ભાવિકોને કથાશ્રવણ માટે જોબનપુત્રા પરિવારે અનુરોધ કરેલ છે.

(3:36 pm IST)