Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મેન્ટર

સલામ સરદારને..

 અલબેલા, અખંડ, અડીખમ, અભય, આખાબોલા, ઓછાબોલા, અદ્વિતીય, અજબ-ગજબના આદમી એટલે 'સરદાર' વલ્લભભાઈ પટેલ. આખાબોલા પણ સાચબોલા, વફાદારીના પર્યાય, રાષ્ટ્રીય એકેયન પુરસ્કર્તા, ભણેલું ભુલાવી દેનાર આચાર્યા, કર્તવ્યનિષ્ઠ, બાળકોના રોલ મોડલ, ગુણસંપન્ન, સાદાઇ, શોર્ય, સંયમ અને સમર્પણનો સરવાળો, કઠોર, કર્મશીલ, રાજદ્વારી, સન્યાસી, જ્ઞાતિવાદી સમીકરણોની બાદબાકી, માતૃભાષા પ્રેમી એવા સરદાર નું જીવન આદર્શ અને આચાર્ય છે.

શાળા જીવનની એમની નટખટ વાત છે એમના શબ્દોમાં જ કહીએ તો ઙ્ક હું છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છું અને મને છ સાત વરસના છોકરાને કરાતી શિક્ષા કરવામાં આવે તે મારૃં અપમાન છે મને બીજું લખવાનું કહ્યું હોત તો ઠીક હતું પણ પાડા લખવાની શિક્ષા મને હલકો પાડવા માટે હતી જે હું નહીં જ માનું.ઙ્ખ આવું શાળાકીય જીવનમાં નીડરતા થી હેડમાસ્તર ને પરખાવી દેનાર સરદાર પટેલ હતા. આખાબોલા અને સાચાબોલા કટાક્ષ વાણીથી કતાર ચલાવતા. સગા-સ્નેહીના દિકરા દિકરીઓના સગાઈ વખતે પહેરામણી નક્કી થતી હોય ત્યારે રમુજમાં કહેતા આ બધી ભાંજગડ કરવા કરતાં એ છોકરાને શુક્રવારી માં જ ઉભો રાખો ને !  આમ રૃઢિગત છીછરા રિવાજો ની સામે નવયુવાન માં સામાજિક પરિવર્તનના બીજ રોપવાનું કામ પણ કરતા. બારડોલી સત્યાગ્રહ કરી ખેડૂતો ના રાજા, ભારતના બિસ્માર્ક, લોખંડી પુરુષ, સરદાર જેવા બિરુદ મેળવ્યા હતા. લોખંડી પુરુષનો પર્યાય બનેલ સરદાર અને સરદાર એટલે અખંડ ભારતના શિલ્પી અને એકતાના પ્રતિક. આ સંદેશો ભાવિ પેઢીને સમગ્ર વિશ્વમાં પહોંચે તેમજ વિશ્વમાં ભારત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે અને ગર્વથી માથું ઊંચું રાખી શકે તેવા ભારતના સ્વાભિમાન અને ગૌરવના પ્રતીક સમા ઙ્ક સ્ટેચ્યુ ઓફ યુનિટીઙ્ખ નું નિર્માણ ભારત સરકારે કેવડિયા કોલોની ખાતે કર્યું છે. આ કાર્ય સરદારના એકતાના સંદેશાને જગપ્રસિદ્ઘ અને મૂઠીઉંચેરા માનવીની કાબેલિયતને વિશ્વ સમક્ષ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સ્વરૃપે મુકવાના સંકલ્પને કાયર્િાન્વત કરવાનો નિશ્યય છે. વિવિધતા માં એકતા ધરાવતો ભારત દેશ જયારે આજે પ્રાંત, ભાષા, જાતિ, અને ધર્મ જેવી બાબતોમાં એકબીજા સાથે ટકરાઈ રહ્યો છે ત્યારે આ સંજોગોમાં અખંડ ભારતના શિલ્પીનો અખંડ એકતાનો સંકલ્પ દરેકને યાદ અપાવવો જ રહ્યો.

   ભારતની આઝાદી બાદના દેશી રજવાડાંઓને ભારતનો હિસ્સો બનાવી અખંડ ભારતના દ્યડવૈયાની ભૂમિકા સરદારને એક દિર્ઘદ્રષ્ટા અને કુશળ નેતૃત્વ શકિત ધરાવનાર નેતા તરીકે સાબિત કરી જાય છે. જૂનાગઢની આરઝી હકુમતનું ઇતિહાસનું પાનું સરદાર વલ્લભભાઈ જવેરભાઈ પટેલની કુનેહ અને હિંમત તેમજ વ્યવહારિક રાજનીતિનું પરિણામ છે જે આજ જૂનાગઢને હિન્દુસ્તાનનો હિસ્સો બની રહેવાનું ગૌરવ અપાવે છે. સરદાર પટેલનું વ્યકિતત્વ સ્વનિર્ભરતા, સ્વયંશીલતા, ગંભીરતા, નીડરતા, સહનશીલતા, ડહાપણ, લોકપ્રિયતા, શિષ્ટતા અને ખરી મિત્રતાના ગુણોથી સંપન્ન હતું. ઉમાશંકર જોશીએ સરદાર પટેલ માટે લખ્યું છે કે  ધારદાર શબ્દોના ઘા કરવામાં રાચે છે, પણ હમણાં હમણાં તો એમના આત્માની ગોફણમાંથી છૂટે છે. શબ્દ નહીં પણ અજબ સંકલ્પ શકિત, એમના શબ્દો શબ્દો નથી કાર્યો છે.

 પાર્થ ઉવાચ :-

ગામ કરમસદ ના માણસની અચરજ જેવી વાત

ફુલશા કોમળ હૈયામાં પથરીલી તાકાત,

સત્યાગ્રહની લ્યે સરદારી સિંહ કેસરી ગાજે

રજવાડા ને એક કરી દે અખંડ ભારત કાજે.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

 

(12:48 pm IST)