Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજકોટમાં વકીલોનું માન-સન્માન જાળવવા અને ઘર્ષણમાં નહિ ઉતરવા પોલીસ કર્મચારીઓને સુચના

રાજકોટના સીનીયર વકીલોની રજુઆત બાદ પોલીસ કમિશનરે ખાત્રી આપી

રાજકોટ, તા.૧૫: આજે યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ)ની ટીમ સાથે રાજકોટના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સમક્ષ રાજકોટ એ.ડી.પોલીસ સ્ટેશનમાં વકિલ રાધેશ્યામ દેવમુરારી તેમજ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ભુમિકાબેન પટેલ વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હા સબબ તેમજ રાજકોટ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફની ગેરવર્તણુંક તેમજ ગેરકાયદેસર કાર્યવાહી સબબ રજુઆત કરી ધ્યાન દોરવામાં આવેલ તેમજ ભવિયષ્માં રાજકોટનાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી કે પોલીસ સ્ટાફ એ વકીલોનું માન સન્માન જાળવવા તેમજ વકીલો સાથે ખોટા ઘર્ષણમાં નહીં ઉતરવા ધ્યાન દોરી, સચોટ, ધારદાર અને ઉગ્ર રજુઆત કરવામાં આવેલ અને આ રજુઆત ધ્યાને લઇ કમિશનર શ્રી મનોજ અગ્રવાલએ સહાનુભુતિ દાખવી તમામ પોલીસ સ્ટેશનમાં સુચના આપવાની ખાત્રી આપેલ. આ રજુઆતમાં સિનિયર વકિલ શ્રી લલિતસિંહ શાહી, અનિલ દેસાઇ, પિયુષ શાહ, કમલેશ શાહ, અર્જુન પટેલ, અજય જોશી, તુષાર ગોકાણી, તુષાર બસલાણી, ભરત હિરાણી, ધીમંત જોશી,  રાજેન્દ્રસિંહ ગોહિલ, રાજકુમાર હેરમા, દિવ્યેશ મહેતા, એલ.જે. રાઠોડ, અશ્વિન ગોસાઇ, ડી.બી.બગડા, હિતેન્દ્રસિંહ જાડેજા, કમલેશ રાવલ, અશ્વિન મહાલિયા, પી.સી.વ્યાસ, નિવિદ પારેખ, મોહિત ઠાકર, એન.ડી.ચાવડા, મયંક પંડયા, હિમાંશુ પારેખ, સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:23 pm IST)