Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શ્રી રામે કરેલું નવરાત્રી વ્રત : વિજયા દશમી

આસો દશમ આ દિવસે નારદજીના કહેવાથી શ્રી રામ ભગવાને મા ભવાની જગદંબા માતાજીની શીવા દેવોની આરાધના વિધીપૂર્વક કરી ભગવાનશ્રી રામે નવરાત્રીનું વ્રત પર્વત પર પૂજા અર્ચના અને હવન હોમ વગેરે કર્મ કર્યુ. માં જગદંબાએ દર્શન દીધા અને કહ્યુ તમો વરદાન માંગો શ્રી રામે રાવણનો નાશ કરવા દેવીને પ્રાર્થના કરી દેવી જગદંબાએ કીધુ આસો સુદ દશમના દિવસે સીતાજીને મુકત કરવા રાજા રાવણ ઉપર ચઢાઇ કરતા પહેલા શમી વૃક્ષનું પૂજન કર્યુ, પછી લંકાનગરીમાં પ્રવેશ કર્યો હતો. વળી આજ દિવસે બાર વર્ષનો ગુપ્તવાસ સેવી રહેલા પાંડવો બાર વર્ષ પુરા થતા એક વધુ વર્ષના ગુપ્તવાસ સેવવા વિરાટ રાજાને ત્યાં ગયા ત્યારે તેમણે શમી વૃક્ષ પર સંતાડેલા શસ્ત્રો બહાર કાઢી અને તેનું પૂજન કર્યુ હતું. તેમના હથિયારોની શમી વૃક્ષે રક્ષા કરી હતી. શમી વૃક્ષનો આને લીધે મહિમા ઘણો વધી ગયો, નવરાત્રીના વહેવારને દિવસ ગણાય છે. માં જગદંબા શ્રી રામચંદ્રજીને કહેવા લાગ્યા રાવણનો નાશ કરવા માટે દશરથના પુત્ર તરીકે અવતાર ધારણ કરેલ છે. વસંત ઋતુમાં પણ તમારે મારૂ વ્રત કરવુ પછી રાવણનો નાશ કરી ૧૧ હજાર વર્ષ સુધી રાજય કરશો એમ કહી શિવાદેવી અંતર્ધાન થઇ ગયા અને આજ દિવસે શમીવૃક્ષનું પૂજન કરવામાં આવે છે. ગાય, બળદનું પુજન કરવામાં આવે છે. ક્ષત્રિયો આ દિવસે સવારી કાઢે છે. શ્રી રામે આજે વિજય મેળવેલો આજે શુભકાર્યોના પ્રારંભ થાય છે.

-બટુક મહારાજ

કાળીપાટ ગામના શાસ્ત્રી,

સ્વામિનારાયણ મંદિરના પુજારી

મો. ૯૮૯૮ર ૬પ૯૮૦

(3:12 pm IST)