Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પવનપુત્ર ગરબી મંડળમાં પ્રાચીન રાસોત્સવની રમઝટ

રાજકોટ : શહેરના સોરઠીયાવાડી વિસ્તાર નજીક શ્રી પવનપુત્ર ચોક ખાતે પ્રાચીન રાસોત્સવની રમઝટ મચી છે. રાજકોટ શહેરના પૂર્વ મેયર તથા હાલ રાજકોટ જીલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા તથા પવનપુત્ર ગરબીમંડળના પ્રમુખ રઘુભાઇ બોળીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રાચીન ગરબીએ જય જય ગરવી ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વના કોઇ પણ ખુણામાં વસતા ગુજરાતીઓ નવરાત્રિ પર્વ ઉપર માતાજીની આરાધનાના પર્વને ગરબે રમીને ઉજવે ત્યારે ગુજરાતના રાસ-ગરબા ગુજરાતના સીમાડા ઓળંગી  જગ-પ્રવાસી બની ગયા છે. ત્યારે ગુજરાતના પ્રાચીન ગરબાએ ગુજરાતી લોક સંસ્કૃતિનો આયનો છે. ગરબા સાથે શકિતની પુજા, શકિતનું મહાત્મય જોડાયેલુ છે. નવરાત્રીનો ગરબા ઉત્સવએ શકિતપૂજાનો જ ઉત્સવ છે. ત્યારે શહેરના સોરઠીયા વાડી કોર્નર -૧, પવનપુત્ર ચોક ખાતે પવનપુત્ર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી અવિરત પ્રાચીન રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેનો મા જગદંબાની આરતીથી પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે આ રાસોત્સવમાં યોજાયેલ પવનપુત્ર ગરબી મંડળનો સુપ્રસિધ્ધ મોગલ રાસ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વોર્ડ નં. ૨ના પ્રભારી મનુભાઇ વઘાસીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, તેમજ ધારાબેન વૈષ્ણવ, નીતાબેન વઘાસીયા, રમાબેન હેરભા, ભારતીબેન મકવાણા, જયોતીબેન ટીલવા, અનીતાબેન ગોસ્વામી, કંચનબેન સિધ્ધપુરા, જયોત્સનાબેન હળવદીયા, હરીભાઇ રાતડીયા, વિપુલ માખેલા, નરેન્દ્ર મકવાણા, ધર્મેન્દ્ર ડોડીયા સહિતનાએ શુભેચ્છા લઇ બાળાઓ દ્વારા થતા વિવિધ પ્રાચીન ગરબાનો રાસ નિહાળ્યો હતો. આ ગરબીની બાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન, કોરોના વિશે જાગૃતિ તેમજ દેશભકિતની કૃતિઓ રજુ કરવામાં આવે છે ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બને છે.

(3:07 pm IST)