Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શ્રી કૃષ્ણ કનૈયાની મોરલી, શિવાજીના હાલરડાની અદભૂત પ્રસ્તુતી કરતી ધોળકીયા સ્કુલની બાળાઓ

રાજકોટઃ શહેરના પંચાયતનગરના ચાચર ચોક ખાતે ધોળકીયા સ્કુલ દ્વારા આયોજીત નવલા નવરાત ગરબાની રમઝટ નિહાળવા માનવ મહેરામણ ઉમટયું હતુ. શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને શ્રી જીતુભાઇ ધોળકીયા તેમજ સમગ્ર ધોળકીયા સ્કુલ ટીમ ઉપક્રમે અદ્યતન મ્યુઝીક સીસ્ટમ્સ સાથેના આહલાદક ગરબાઓને માણવા તેમજ માંૅ જગદંબાના આર્શીવાદ મેળવવા ડો. વલ્લભભાઇ કથીરીયા, ભારતીય રાષ્ટ્રીય ગૌ સેવા અધ્યક્ષ, શ્રી જે.પી. જાડેજા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સત્યેન્દ્રભાઇ ખાચર, શ્રી દિલસુખભાઇ શેઠ (શેઠ બિલ્ડર્સ), શ્રી બિહારીદાન ગઢવી લોકનાયક શ્રી કમલેશભાઇ ગઢવી, શ્રી વીપી જાડેજા (જીલ્લા રમત ગમત) ઉપસ્થિત રહયા હતા. બાળાઓએ રમે અંબેમાં.... ઢોલીડા ઢોલ રે વગાડ...... ચપટી ભરી ચોખા.... ઉંચી તલાવડીની કોર....... વિ. રાસ રજુ કર્યા હતા. 

(3:06 pm IST)