Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પુજારા પ્લોટમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ર૦ વર્ષથી અવિરત આયોજન

રાજકોટ : શહેરના પુજારા પ્લોટ શેરી નં.ર માં છેલ્લા ર૦ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળનુ અદભુત આયોજન થાય છે. આ વર્ષે ૩૦ બાળાઓ ભાગ લઇ રહી છે. આ ગરબીમાં તાલી રાસ, દાંડીયારાસ, ખંજરી રાસ,બેડારાસ આકર્ષણ જમાવે છે.  બાળાઓને દરરોજ નાસ્તા, લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા દિનેશભાઇ વીરડા સહિતના વિસ્તારવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:05 pm IST)