Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હિન્દુ મહાસભા દ્વારા રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્ર પાંડેની નિમણુંક

રાજકોટ : અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા દુર્ગાષ્ટમીના દિવસે વિસ્તરણ હાથ ધરાતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કુંવર શૈલેન્દ્રસિંહ પરિહારજીએ રાજકોટ જિલ્લા સંગઠનના નવા હોદેદારોની નિમણુંકો જાહેર કરી હતી. જેમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્ર પાન્ડે, ઉપપ્રમુખ તરીકે પપ્પુસિંહ, ઓર્ગેનાઇઝ સેક્રેટરી તરીકે શ્યામ બિહારી મિશ્રા, મીડિયા સંયોજક તરીકે પ્રમોદકુમાર યાદવ, મહામંત્રી તરીકે રાકેશ યાદવની વરણી કરાઇ હતી. આ નિમણુંકોને પ્રદેશ પ્રભારી મહેશભાઇ પાસવાન, પ્રદેશ મહિલા પ્રમુખ દિવ્યાબેન સહીતના આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(3:05 pm IST)