Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ધીરૂભાઇ સરવૈયા-સુખદેવભાઇ ધામેલીયા-હકાભા ગઢવી-ગુણવંતભાઇ ચુડાસમાએ નગરજનોને હસાવ્યા

સરગમ કલબ આયોજીત સાંસ્કૃતિક મહોત્સવની પૂર્ણાહુતીઃ કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની ઉપસ્થિતિ

રાજકોટઃ સરગમ કલબ દ્વારા  નવરાત્રી પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર જનતા માટે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની ગઈ રાત્રે શાનદાર સમાપ્તિ થઇ હતી.   સરગમ કલબ, એચ.પી.રાજયગુરુ કંપની અને વૈભવ જીનીંગના સંયુકત ઉપક્રમે યોજાયેલા સરગમી હસાયરામાં હાસ્યની છોળો ઉઠી હતી અને લોકો પેટ પકડીને હસ્યા હતા.

 આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સરગમ કલબના માર્ગદર્શક અને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ જુદી જુદી ૫૧ જેટલી પ્રવૃત્ત્િ।નું સંચાલન કરે છે અને લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે. વજુભાઈએ કહ્યું હતું કે, ગુણવંતભાઈ અને તેમની ટીમ સતત દોડતી રહે છે. સામાજિક પ્રવૃતિઓ માટે આર્થિક સહયોગ આપનારા તો દ્યણાં હોય છે પણ આયોજનના અભાવે લોકો સુધી લાભ પહોંચતા હોતા નથી પણ સરગમ કલબ આયોજનમાં શ્રેષ્ઠ છે અને આરોગ્ય, શિક્ષણ, સાંસ્કૃતિક સહિતની પ્રવૃતિઓ કરીને સમાજને તંદુરસ્ત રાખે છે.

આ કાર્યક્રમનું ઉદદ્યાટન રાજયપાલ વજુભાઇ વાળાએ કર્યું હતું આ કાર્યક્રમમાં  મુખ્ય મહેમાન તરીકે નરેશભાઈ લોટીયા, નીખિલભાઈ પટેલ, ચેતનભાઈ રોકડ, અનંતભાઈ ઉનડકટ , નાથાભાઈ કાલરીયા, હેતલભાઈ રાજગુરુ, જીતુભાઇ પટેલ, જીતુભાઇ બેનાણી, સંજયભાઈ સવાણી, ચંદ્રકાન્તભાઈ કોટિચા , હરેશભાઇ લાખાણી, અશોકભાઈ ડાંગર, રમણભાઈ વરમોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકારો ધીરુભાઈ સરવૈયા, સુખદેવભાઈ ધામેલીયા, હકાભા ગઢવી અને ગુણવંતભાઈ ચુડાસમાએ હાસ્યની છોળો ઉડાડી હતી અને લોકોને હાસ્યરસમાં તરબોળ કરી દીધા હતા.

 કાર્યક્રમના પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા બદલ જાહેર જનતાનો આભાર  માન્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ જયસુખભાઈડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈઅકબરી, જગદીશભાઈ કિયાડા, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ - પનારા,ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, બીનાબેન સોલંકી,   વૈશાલીબેન શાહ,વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:13 pm IST)