Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રોગચાળો અટકાવવા મ્યુ.કોર્પોરેશન દ્વારા વન ડે-થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાનઃ ૩ વોર્ડમાંથી હજારો ટન કચરાનો નિકાલ

રાજકોટઃ દેશમાં ''સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ''વન ડે-થ્રી વોર્ડ'' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ તા.૧૫-૧૦-૨૦૧૯ મંગળવારના રોજ ઇસ્ટ ઝોનના વોર્ડ નં.૪, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨માં ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં વોર્ડ નં.૧ ના ૧૬૩ વિસ્તારમાંથી ૧૬ ટન તથા વોર્ડ નં.૨ના ૨૨૬ વિસ્તારોમાં તથા વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તોરમાં સફાઇ, દવા-છંકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આજની આ કામગીરીમાં શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, મહામંત્રી જયસુખભાઇ પરમાર, વોર્ડ નં.૦૪ પ્રમુખ સંજયભાઇ ગોસ્વામી, મહામંત્રી સી.ટી.પટેલ, કાનાભાઇ ડંડૈયા, ઠાકરશી ગજેરા, અનીલભાઇ જાદવ, ડે.કમિશ્નર ગણાત્રા. સી.કે.નંદાણી તેમજ અધિકારીઓ નાયબ આરોગ્ય અધિકારી પી.સી.સોલંકી, ડો.ચુનારા,નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ.જીંજાળા, ડી.યુ.તુવર, નીલેષભાઇ તેરૈયા, ભાવેશભાઇ ટોયટા, રાજુભાઇ પારેખ, દીપાબેન ઠાચા. સીમાબેન અગ્રવાલ, તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)