Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લખનોૈમાં નેશનલ માસ્ટર સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં અરૂણ ભટૃની પસંદગી

સ્વિમિંગઙ્ગ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત : સૌરાષ્ટ્રભરમાંથી સ્વિમિંગ ડાઈવિગમાં બે સ્પર્ધકો લખનોૈ જવા રવાના

રાજકોટ તા. ૧૫: સ્વમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત ૧૬મી નેશનલ માસ્ટર કોમ્પિટિશનમાં સરદાર વલ્લલભાઈ પટેલ સ્વિમિંગ પુલ રાજકોટના સભ્ય, અમરેલીના વતની અને યુવા પત્રકાર અરૂણઙ્ગ ભટ્ટ પસંદગી પામતા કોમ્પિટિશનમાં ભાગ લેવા લખનવ (યુ.પી.) રવાના થયા છે. આગામી તા. ૧૮ થી ૨૦ ઓકટોબર સુધી કે.ડી.સિંદ્ય સ્ટેડિયમ સ્વિમિંગ પુલ, લખનવ (યુ.પી.) ખાતે યોજાનાર નેશનલ માસ્ટર કોમ્પિટિશનમાં અરૂણ ભટ્ટ ૧ મીટર અને ૩ મીટર ડાઈવિંગની વિવિધ ઈવેન્ટમાં પોતાનું કૌશલ્ય દાખવશે.

સૌરાષ્ટ્રભમાંથી નેશનલ માસ્ટર ચેમ્પિયનશીપ ડાઈવિંગમાં અરૂણ ભટ્ટ સાથે રાજકોટના લવજીભાઈ મોલીયા પસંદગી પામ્યા છે તે પણ ગૌરવપ્રદ બાબત છે. આ ચેમ્પિયનશિપમાં દેશભરના તમામ રાજયોમાંથી સ્પર્ધ સ્વિમરો ભાગ લઈ રહયા છે.

ડાઈવિંગ સ્વિમિંગ પુલના કોચ સાગરભાઈ કકકડના માર્ગદર્શન હેઠળ બંને સ્પર્ધકો નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેવા રવાના થયા છે. અમરેલીના વતની યુવા પત્રકાર અરૂણ ભટ્ટ પત્રકારત્વ સાથે રમતગમત ક્ષેત્રે રૂચી દાખવતા હોય તેમને આ કોમ્પિટિશનમાં સફળતા મળે તે માટેઙ્ગ જિલ્લા બ્રહ્મસમાજના આગેવાનો, મિત્રમંડળ, શુભેચ્છકો, પ્રિન્ટ ઈલેકટ્રોનિક મિડિયાજગત તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. (અરૂણ ભટૃ મો. ૯૫૮૬૭૧૭૧૭૧)

(4:04 pm IST)