Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સરકાર બેરોજગારોની મશ્કરી બંધ કરેઃ અતુલ રાજાણી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને તાળા લગાવી દયોઃ ચુંટણીના કારણે ભરતી પ્રક્રીયા પાછી ઠેલવીને લાખો ઉમેદવારોને અન્યાયઃ વિપક્ષના દંડકનો આક્રોશ

રાજકોટ તા. ૧પ : મહાનગરપાલિકાના વિપક્ષના દંડક અતુલ રાજાણીની યાદી મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેફામ ભ્રષ્ટાચાર ગેરરીતી અને ગેરવ્યાજબી નિર્ણયોથી રાજયના શિક્ષિત બેરોજગારોને હળાહળ અન્યાય થયો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લોક રક્ષક દળ અને રાજયના તમામ ભર્તી બોર્ડને અલીગઢી તાળા મારી દેવા આક્ષેપ  કર્યો હતો.

વધુમાં રાજાણીએ જણાવ્યું હતું કે ધો. ૧ર પાસ માગી ફોર્મ ભરાવ્યા ચુંટણીને કારણે પરીક્ષા પાછી ઠેલાઇ ફરીથી જુન ર૦૧૯ સુધારા જાહેરાતથી ૧ર પાસ માંગી ફોર્મ ભરાવ્યા પરીક્ષાની જાહેરાતથી ર૦ ઓકટો પરીક્ષા લેવાની જાહેરાતથી કોલ લેટર ફાળવી દેવાયા અને વિડીયો કોન્ફરન્સથી સુચના અપાઇ અને ૧૧ ઓકટો સાંજે પરીક્ષા રદ કરાતા લાખો યુવાનોની મહેનત એળે ગઇ.

સરકાર તાત્કાલીક પરીક્ષાની જાહેર કરે અને ૧પ દિવસમાં જ પુનઃ પરીક્ષા લેવાવી જોઇએ અને જો સરકારે ધો. ૧રની લાયકાત રદ કરી હોય તો ફોર્મ ભરનારા ધો.૧રના તમામ ઉમેદવારોને પરીક્ષા ફી તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરે અને સરકારે શિક્ષિત બેકારોને માનસિક યાતનામાં ધકેલાતા ઉમેદવારોને થયેલ તમામ ખર્ચનું વળતર ચુકવવા અતુલ રાજાણીએ માંગ કરી છે.

(4:04 pm IST)