Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હા આ જ હતો...હવસખોર બાબુ બાંભવાને બાળા અને તેના દાદીમાએ મામતલદાર સમક્ષ ઓળખી લીધો

રાજકોટ તા. ૧૫: આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મનો પ્રયાસ કરનાર હવસખોર બાબુ દેવાભાઇ બાંભવા (ઉ.૩૦-રહે. રૈયાધાર તથા રખડતો ભટકતો)ને આજે બપોરે પોલીસે મામલતદાર સમક્ષ રજૂ કરી ભોગ બનનાર બાળાની હાજરીમાં તથા તેના દાદીમાની હાજરીમાં ઓળખ પરેડ કરાવાઇ હતી. આ હવસખોર બાબુને બાળા અને તેના દાદીમા બંનેએ ઓળખી બતાવ્યો હતો. હવે ૧૪ દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ રહી છે.

(3:59 pm IST)