Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આરોગ્ય શાખામાં કોંગ્રેસનુ હલ્લાબોલઃ ડેંગ્યુના આંકડા છુપાવાતા હોવાનું રંગે હાથ ઝડપ્યું

છેલ્લા ૧પદિ'માં એક માત્ર અમૃતા હોસ્પીટલમાં જ ડેંગ્યુના ૧૦૧ દર્દીઓઃ શહેરમાં હજારો કેસ : શહેર પ્રમુખ અશોક ડાંગર-વિપક્ષીનેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોર્પોરેશનનું રેકર્ડ તપાસતા ચોંકાવનારી હકીકત ખુલ્લીઃ રોગચાળો છુપાવવા તંત્રના હવાતિયાઃ આક્ષેપ લગાવતા કોંગી આગેવાનો

આરોગ્ય વિભાગમાંથી રોગચાળાના આકડાઓની વિગતો માંગી રહેલા અશોક ડાંગર ત્થા વશરામ સાગઠીયા વગેરે દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૧૫: શહેરમાં મચ્છરજનય ડેંગ્યુનો રોગચાળો દિવસે ને દિવસે વકરી રહ્યો છે છતા તંત્ર વાહકો રોગચાળો છુપાવવા માટે ખોટા હવાતીયા લગાવતા હોવાના આક્ષ્ેાપો સાથે આજે બપોરે શહેર કોંગ્રેસનાં આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરોએ કોર્પોરેશનની આરોગ્ય શાખામાં હલ્લાબોલનો કાર્યક્રમ આપી આરોગ્ય શાખામાં  ડેંગ્યુનાં સાચા આંકડાઓ છુપાવામાં આવતા હોવાનું રંગે હાથ ઝડપી લીધુ હતુ.

આ અંગેે શેહર પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએે જણાવ્યુ હતુ કે, શહેરમાં ડેંગ્યુનાં રોગ,ાળાએ હાહાકાર મચાવ્યો છે છતા મેયર અને મ્યુ.કમિશ્નર ડેંગ્યુનાં રોચાળા બાબતે ગંભીર નથી અને રોગચાળો ઓછો હોવાનું જણાવી રહ્યા છે પરંતુ આજે કોંગ્રેસે આરોગ્ય વિભાગનાં રજિસ્ટરની જાત તપાસ કરતાં ડેંગ્યુઓનાં દર્દીઓના સાચા આંકડા છુપાવવામાં આવ્યાનું પર્દાફાશ થયો હતો.

શ્રી સાગઠીયાએ જણાવેલ કે, સૌ પ્રથમતો આરોગ્ય વિભાગમાં શહેરની હોસ્પિટલોએ ડેંગ્યુઓનાં દર્દીઓ અંગે મોકલેલી માહિતીનાં  સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.આજે એક માત્ર અમૃતા હોસ્પિટલનાં આંકડા તંત્ર વાહકો આપી શકયા હતા. જેમાં છેલ્લા ૧૫ દિ'માં ડેંગ્યુનાં ૧૦૧ કેસ નોંધાયાનું ખુલ્લયુ છે. આમ આ તો માત્ર એક હોસ્પિટલનો આંકડો છે. આવી શહેરમાં અનેક હોસ્પિટલો છે. જેના આંકડાઓ બહાર આવે તો શહેરભરમાં ડેંગ્યુનાં ૧ હજારથી વધુ કેસ હોવાની હક્કીત અુલ્લા પામે. પરંતુ  તંત્ર વાહકો લાજવાને બદલે ગાજે છ ેઅને રોગચાળાનાં આંકડા છુપાવી બેદરકારી દાખવી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસનાં આગેવાનોએ કર્યો છે.

આ કાર્યક્રમમાં કોર્પોરેટર સંજય અજુડીયા, નિર્મળ મારૂ તથા  પ્રભાત ડાંગર, રણજીત મુંધવા તથા વિરલ ભટ્ટ સહિતનાં આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.

(3:59 pm IST)