Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સહિયર રાસોત્સવમાં ઉત્સાહ-ઉમંગ સંગ મેગા ફાઇનલ રંગચંગે સંપન્ન

ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોની વણઝાર : સતત ૧૯માં વર્ષની જવલંત સફળતા માટે ખેલૈયાઓ અને સહયોગીઓનો આભાર માનતા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટ તા. ૧ર : રાસોત્સવની ક્ષેત્રે સર્વોત્તમ પ્રાપ્ત કરી ખેલૈયાઓની ફર્સ્ટ ચોઇસ બનેલા સહિયર રાસોત્સવને સતત ૧૯માં વર્ષ પર અપ્રતિમ સફળતા સાંપડી છે. નવનોરતા રંગે ચંગે રાસે રમ્યા બાદ દશેરાની રાત્રીએ પણ સીઝન પાસ પર ખેલૈયાઓને એક વધારાનો દિવસ રમવા આપી સહિયરે ખેલૈયાઓના મન જીતી લીધા હતા. સાંજે ૬ થી૯ દરમ્યાન દશેરાએ સહિયરનો મોસ્ટ અવેઇટેડ મેગા ફાઇનલ દૌર યોજાયો હતો.

નિર્ણયકોના નકકી કરેલા મીનીટ ટુ મીનીટ ટફ કોમ્પીટીશન રાઉન્ડમાં કુલ સાત રાઉન્ડ રમાડાયા હતા જેમાં સીંગલ તાલીરાસ, ચોકડી સીકસસ્ટેપ અને સ્ટાઇલ ટીટોડા મુખ્ય હતા ચારે દૌરમાં સીનીયર્સ જુસ્સો ચડાવતા ગીતો પર સુપ્રસિદ્ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્વાર, ચાર્મી રાઠોડ તથા તેજસ શિશાંગીયાએ જમાવટ કરી હતી. તાલ સંચાલન કરતા ખોડીદાસ વાઘેલા, તથા દિપક પટેલ, રવી ભટ્ટ સાગર માંડલીયાએ બેલોડી કિશનપર રંગ રાખ્યો સાથે પેરેમાઉન્ટ સુનિલભાઇ પટેલ સીકસ પેક ટાવર્સથી ગ્રાઉન્ડ ગજાવ્યું નોરતામાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ વીનર સંગીત ગ્રુપ જીલ એન્ટરટેનમેન્ટનો સથવારો સહિયરને મળ્યો હતો. જેના તાલે આયોજકો પણ મનમુકીને રાસે રમ્યા હતા.

રાત્રીના ૯ કલાકે સંપન્ન થયેલા મેગાફાઇનલ  નિયત સમય સુધી ખેલૈયાઓ મનમુકીને રાસે રમ્યા હતા.

નિર્ણયકોના નિર્ણય મુજબ મેગા ફાઇનલના અંતે દરેક પરીક્ષામાં પાર ઉતરેલા ખેલૈયાઓમાંથી કિંગ કવીન જાહેર કરાયા હતા.

પ્રિન્સ- અજય પરમાર, પ્રેમ જાદવ, વનરાજસિંહ ઝાલા, ભાર્ગવ મહેતા, રવિ જરીયા, બી ગ્રુપમાં વિજેતાઃ પ્રિન્સ રોહન રાજપુત, મોન્ટુ વાઘેલા, ધવલ ચતવાણી, ઉમેશ રાજપુત, કૃનાલ લાઠીગ્રા.

પ્રિન્સેસ  વિશ્વા વાળા, હિરલ જોષી, રીયા પીપળીયા, મીલી સવાણી, કૃતી વ્યાસ, વિશ્વા વસાણી, નિરાલી વ્યાસ, મેઘના હાડા, હિરલ પીપળીયા, ક્રિના પીપળીયા તથા ગ્રુપ 'સી'માં ૧૦ પ્રિન્સ તથા ૧૦ પ્રિન્સેસ જાહેર કરાયા હતા જુનીયરોમાં પણ પાંચ પ્રિન્સ પ્રિન્સેસને વિજેતા જાહેર કરાયા હતા.

પ્રથમ વિજેતાને મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી કૈલાશબેન ભંડેરી, શહેર ભાજપના મંત્રી તથા સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, કો. ઓર્ડીનેટર કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ધેર્ય પારેખ, વિજયસિંહ ઝાલા, અશ્વીનભાઇ કીરીટભાઇ આદ્રોજા પરિવાર (એન્જલ મોટર્સ એન્ડ પંપ), જયદીપ રેણુકા, (ગ્લોબલ પબ્લીસીટી) જીગર સોની, યાસીરભાઇ જુણેજા  પ્રકાશભાઇ કણસાગરા, અહેમદ સાંધ, તથા સહિયરના આયોજકોના હસ્તે ઇનામો અપાયા હતા.

વિજેતાઓને સુજુકીબાઇક, સ્કુટી, ૧.પ ટન એરકંડીશન/સોનાના ચેઇન/લેપટોપ, એલઇડી ટીવી ૪૩ ઇંચ, ૩ર ઇંચ, ર૪ ઇંચ, રેફ્રીજરેટર, વોશીંગ મશીન, મોબાઇલ મ્યુઝીક સીસ્ટમ ઓવન સહિતના ઇનામો અપાયા હતા.

દર વર્ષથી વધુ અને મોટા ઇનામો મેળવી ખેલૈયાઓના ચહેરા પર સ્મીત રેલાયુ હતું મેગા  રમેલા તમામ ખેલૈયાઓને સહિયર તરફથી વિશેષ કોન્સોલેશન ગીફટ અપાઇ હતી.

પુરસ્કાર વિતરણના અંતે સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ તમામ આયોજકો, મંડપ, લાઇટ, સાઉન્ડ, સંગીત ગ્રુપ સીકયોરીટી, મહેમાનો, સ્પોન્સર, અખબારો, ન્યુઝ ચેનલ કે મીડીયા તથા લાઇવ પ્રસારણ કરનાર અકિલા, એબીપી અસ્મીતા, જી.ટી.પી.એલ. તથા રાજકોટના ખેલૈયાઓ તથા જાહેર જનતાનો આભાર માન્યો હતો તેમ પત્રકાર તથા ઉદ્દઘોષક તેજસ શિશાંગીયાની યાદીમાં જણાવાયું છે.

સહિયર રાસોત્સવને સફળ બનાવવા  રવિરાજસિંહ જાડેજા (આર.કે. સિકયુરીટી), હિરેન ચંદારાણા (સાગર પેન એજન્સી), કરણભાઈ આડતીયા, અભિષેકભાઈ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), બંકીમ મહેતા (શ્રી સાંઈ એન્ટરપ્રાઈઝ), રાજવિરસિંહ ઝાલા (યોગી હોટલ લીંબડી), મીથુનભાઈ સોની (મનોહર રોલ પ્રેસ), નેહલભાઈ માણેક (ડીવા'ઝ એકસકલુઝીવ વિયર), જતીન આડેસરા (જેડી ગોલ્ડ), હિતેષભાઈ પટેલ (આરતી મંડપ), નિલેશ ચિત્રોડા (સેફ એન્ડ સેફ), પંકજ ફીચડીયા (સોની હરિલાલ જ્વેલર્સ), જગદીશભાઈ દેસાઈ, સુશીલ ફીચડીયા (સોની હસમુખરાય એચ એન્ડ સન્સ), મનસુખભાઈ ડોડીયા (શિવમ ફેબ્રીકેશન), રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), દિવ્યરાજસિંહ જાડેજા, દિનેશ હરસોડા, કુલદીપસિંહ ગોહીલ (કે.સી. ગોહિલ), નરેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ પાટડીયા (સોની સમાજ અગ્રણી), શૈલેષભાઈ ખખ્ખર (એસ.કે.), દિપકસિંહ જાડેજા (સરપંચ - ખરેડી ગ્રામ પં.), વિકી ઝાલા, ભરતભાઈ ઢોલરીયા (રાધીકા સ્કૂલ), રાજન મહેતા, એહમદ સાંધ, સુનિલ પટેલ (પેરેમાઉન્ટ સાઉન્ડ), શૈલેષભાઈ પંડયા (આસ્ક વર્લ્ડ વિઝન), દિપકભાઈ અણદાણી, કિશોરસિંહ જાડેજા, કિશોરસિંહ રાઠોડ, વનરાજસિંહ ડોડીયા, અરવિંદભાઈ રૈયાણી, રાકેશભાઈ રાજદેવ, રાજવીરસિંહ વાળા, હસમુખસિંહ ગોહિલ, યોગીરાજસિંહ જાડેજા, દિનેશભાઈ ટોળીયા, કાન્તીભાઈ ઘેટીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, બલવીરસિંહ ઝાલા, હસુભાઈ તુરખીયા, ગીરીરાજસિંહ જાડેજા, સંદિપ કણસાગરા, સુરૂભા (આર.ટી.ઓ.), પ્રફુલભાઈ કાથરોટીયા, પરબતભાઈ મકવાણા, કિશોર (ઘનશ્યામ પાન), યોગેશ ભુવા, રીતેશ વાઘેલા, જતિન પટેલ, અંકિત રાજદેવ, ધવલ પંડયા, રાજેશ રંગાણી, સ્વ. સાગર ચંદારાણા, પ્રયાગ પટેલ, મયુરસિંહ ઝાલા, ગીરીશભાઈ લુણાગરીયા, જેસીંગ મુંધવા, તેજસ ભટ્ટ, ભરત વ્યાસ, મિલન દેસાઈ, મનિષભાઈ ઢોલરીયા, કુલદિપ ભાલોડીયા, હાર્દિકસિંહ ઝાલા, રૂષીરાજસિંહ વાઘેલા, સંદિપ બારોટ (ગ્લોબલ), શૈલેષ વિસપરા (ગ્લોબલ), અમીત પરમાર, બીપીનભાઈ બસોપીયા, જયેન્દ્રસિંહ જાડેજા, કિરીટભાઈ ઢોલરીયા, વત્સલભાઈ ખુંટ, સચીનભાઈ કુસવાહ, મનન ફસરા, અર્જુનસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રાજેન્દ્ર વાળા, આનંદ મકવાણા, ખોડુભા પરમાર, મેઘરાજસિંહ જાડેજા, રિધમ સભાયા, મહેશભાઈ ધામેચા, મીત મહેતા, નિખીલ ગોહેલ, અભિષેક શુકલા, દર્શિત સરધારા, વિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેશ ગોહેલ, નિરજ માલખીયા, વિપુલ પડીયા, દિવ્યેશ વાઘેલા, અજય ઠાકર, કલ્પેશ ડોડીયા, જય રાજયગુરૂ, અનિરૂદ્ધસિંહ જાડેજા, જય ગણાત્રા, ધર્મેશ (વ્રજ), બ્રિજરાજસિંહ ઝાલા, અફઝલ મારડીયા, જયદિપ પુજારા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:53 pm IST)