Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દિવ્યાંગ-ભિક્ષુક બાળકો રાસે રમી ઝૂમી ઉઠયા..

કલેકટર-એડી. કલેકટર સહિતના અધિકારીઓ-મહાનુભાવોની ઉપસ્થિતિ : સ્વરૂચિ ભોજન અપાયું..

રાજકોટ, તા. ૧પ : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર હેઠળના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની માન્યતા પ્રાપ્ત માનસિક દિવ્યાંગ બાળકો તથા બાળ સંભાળ ગૃહના બાળકો એકબીજાને મળે મનોરંજન મેળવે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાજકોટ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા શરદોત્સવ-ર૦૨૯નું આયોજન માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, ક્રીસ્ટલ મોલની પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું.

જેમાં મનો દિવ્યાંગ બાળકો, બાળ સંભાળ ગૃહના બાળકો, સ્ટેટ હોમના બાળકો તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના અં઼તેવાસીઓએ ભાગ લીધેલ હતો.

બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન, અધિક કલેકટરશ્રી પી.બી. પંડયા, સમાજ સુરક્ષા ખાતુ ગુ.રા. ગાંધીનગરના નાયબ નિયામકશ્રી એસ.કે. ઇસરાણી, મહિલા અને બાળક કલ્યાણ વિભાગના મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ રાજકોટના જજ શ્રી પંડયા મેડમ, ચાઇલ્ડ વેલફેર કમીટીના ચેરમેનશ્રી રક્ષાબેન બોરીયા, ચાલઇલ્ડ વેલફેર કમીટીના સભ્યો હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ. બાળકોને કલેકટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે શીલ્ડ એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. તેમજ કાર્યક્રમના અંતમાં બાળકો માટે સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

(3:52 pm IST)