Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિરાણી બહેરા મુંગા શાળાના દિવ્યાંગો દ્વારા માં જગદંબાની આરાધના

રાજકોટ : મૂક બધિર બાળકોને શિક્ષણ અને વ્યવસાયીક તાલીમ આપતી વિરાણી બહેરા મૂંગા શાળાના પટાંગણમાં એક દિવસીય નવરાત્રી મહોત્સવનૂં આયોજન કરાતા અભ્યાસ કરતા ૨૭૦૦ બાળકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી ૫૦૦ બધિર બાળકોએ માં જગદંબાની આરાધના કાલી ઘેલી ભાષામાં કરી હતી. મ્યુઝીક એરેન્જર રાજુભાઇ હાપલીયા (પટેલ મ્યુઝીક) ના સંગાથે સૌરાષ્ટ્રના જાણીતા અને ગાયીકા પૂનમબેન ગોંડલીયાએ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. દાતા ચાંદનીબેન પિયુષભાઇ ગાંધી, વનિતાબેન રાઠોડ, નિત્યાબેન શુકલ, જયેશભાઇ શાહ, અરીહંત ગ્રુપ, અજીતભાઇ જૈન, અજીતભાઇ શાહ, મનોજભાઇ પટેલ, પરેશભાઇ પટેલ, વલયભાઇ મીઠાણી, રાજભાઇ શાહ, દીપભાઇ શાહ, રાજુભાઇ પરસાણા, નિરૂભાઇ પરસાણા, કેયુરભાઇ વોરા, ઉત્સવભાઇ ચોટીલા, ઉમેશભાઇ (જે. પી.), ઇન્ડીયન લાયન્સ કલબના જોહરભાઇ કપાસી, હસુભાઇ ગણાત્રા, પરેશભાઇ ખોખર, જગદીશભાઇ, પ્રાગજીભાઇ, સમસ્ત રામાનંદી યુવા મંડળના પ્રમુખ નિતિનભાઇ નિમાવત, રાજેશભાઇ નિમાવત, કૌશિકભાઇ દેવમુરારી, સુધીરભાઇ નિમાવત, જયુભાઇ, શિવ ઇન્ડસ્ટ્રીઝવાળા દેવેન્દ્રભાઇ, ધનલક્ષ્મી પ્રોડકટવાળા હિતેષભાઇ સાગર, સાગર પેન એજન્સીવાળા ભાવેશભાઇ પટેલ, પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષવાળા બિપીનભાઇ પટેલ, મિતલબેન ઝાલા, બજરંગ બાઇન્ડીંગ વર્કસવાળા પારસભાઇ ગોહેલ, શાંતિભાઇ વાઘેલા, લોકકલ્યાણ ગ્રુપના વિપુલભા મહેતા, કેતનભાઇ વખારીયા, એડવોકેટ હિમાંશુભાઇ, મિનલબા ગોહીલ, લકકીરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ, દિપેશભાઇ, મેન્દ્ર ઓઇલમીલવાળા અતુલભાઇ પટેલ, વોરા વેલ્ફેર ફાઉન્ડેશન- ઇન્દુભાઇ વોરા, સત્યવિજય આઇસ્ક્રીમ - નિંદ્રોડા પરિવાર, રિધ્ધિ સિધ્ધિ ફુડ પ્રોડકટ - અલ્પેશભાઇ અમૃતિયા, શારદાબેન સુભાષચંદ્ર ભીખાલાલ, ધન્વીરસિંહ જાડેજા, અમન ઓર્નામેન્ટસ, મધુબેન ભરાડ, સન્ડે ફન્ડે ગ્રુપ વગેરેએ બાળકોને ઇનામો, સંસ્થાને રોકડ ભેટ આપી કાર્યક્રમને દિપાવ્યો હતો. લોકગાયીકા પૂનમબેન ગોંડલીયા, તેમના પિતાશ્રી ભરદાસબાપુ, માતા રંજનબેન કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયા, ભાઇઓ રામભાઇ, દયારામભાઇ ગોંડલીયા સહપરિવાર ઉપસ્થિત રહેલ. નિર્ણાયક તરીકે સારીકાબેન દિપેશભાઇ ઉદાણી, ચાંદનીબેન પિયુષભાઇ ગાંધી, ભાગ્યશ્રીબેન, શૈલેષભાઇ દુધરેજીયા, કાજલબેન જીતેશભાઇ દુધરેજીયા, ગીતાબેન મયુરસિંહ ઝાલાએ સેવા આપી હતી. તલોદ બહેરા મુંગા શાળાના ચિરાગભાઇ જોષી, કમલેશભાઇ તેમજ દુબઇથી કોમલબેન સેલારકા ઉપસ્થિત રહ્યા હતા. માં જગદંબા અને માં દુર્ગાની વેશભુષા વિદ્યાર્થીની નંદીની ભરતભાઇ ડવ અને ખુશી સંજયભાઇ રાઠોડે ધારણ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રજનીભાઇ બાવીશી, માનદમંત્રી હસુભાઇ જોષી, સહ માનદમંત્રી પ્રફુલભાઇ ગોહીલ, ટ્રસ્ટી સી.એ. પ્રવિણભાઇ ધોળકીયા, પ્રશાંતભાઇ વોરા, ડો. દર્શિતાબેન પી. શાહ, કારોબારી સભ્ય મધુભાઇ ભટ્ટ, નિશિથભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અશોકભાઇ કુકડીયા, માલતીબેન કુકડીયા, હીરેનભાઇ પંડયા, અનિરૂધ્ધસિંહ ઝાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી સી.એ. પ્રવિણભાઇ ધોળકીયા અને ડો. દર્શિતાબેન શાહએ બાળકોએ બનાવેલ હેન્ડીક્રાફટની કૃતિઓ આપી મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ.

(3:52 pm IST)