Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગુર્જર સુતાર જ્ઞાતિના રાસોત્સવ સંપન્નઃ મેગાફાઈનલમાં ઈનામો

રાજકોટઃ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિનાં ભાઈ- બહેનો માટે કોટેચા ચોકમા઼ આવેલ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનાં વિશાળ  મેદાનમાં નવરાત્રી મહોત્સવમાં નવ દિવસીય અર્વાચીન દાંડિયા રાસનું શ્રી વિશ્વકર્મા મંદિર, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન આયોજન જ્ઞાતિના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા, ચંદ્રેશભાઈ ખંભાયતા, જગુભાઈ ભારાદીયા, હર્ષદભાઈ બકરાણીયા અને શ્રી કિશોરભાઈ બકરાણીયા વિગેરેની આગેવાની હેઠળ ૧૫૦ જેટલા કાર્યકર્તાઓ, જ્ઞાતિના હોદેદારો, શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ તેમજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ વિગેરે સંસ્થાઓ મળીને આ અર્વાચીન રાસોત્સવને સફળ બનાવેલ.

મેગા ફાઈનલમાં પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઈક, સ્કૂટર તેમજ સોનાનાં ઈનામો પણ રાખવામાં આવેલ હતા. રોજે રોજ કુલ બાર ઇનામો આપવામાં આવતા હતા. મેગા ફાઈનલમાં પ્રથમ પ્રિન્સ વિજેતા શ્રી ધાર્મિક વડગામાને હીરો બાઈક પ્રથમ પ્રિન્સેસ ઋત્વી તલસાણીયાને પ્લેઝર સ્કુટર અન્ય પ્રિન્સ-પ્રિન્સેસ-વેલડ્રેસના  વિજેતાઓમાં ભાવિન જાદવાણી, માનસ સંચાણીયા, જય છનીયારા, તેમજ જાનવી દુદકિયા, શિવાની વડગામા, નેહા બકરાણીયા  અને બાળકોમાં પ્રિન્સ- પ્રિન્સેસ- વેલડ્રેસનાં વિજેતાઓમાં ક્રિષ્ના વડગામા, ત્રેયુગ ખારેચા, ઈશિતા સોંડાગર અને કેયુર વડગામા આ તમામ વિજેતાઓને એક ગ્રામ તથા બે ગ્રામ સોનાની ગિનીના ઇનામો આપવામાં આવેલ હતા. રીતેશભાઈ ચંદુભાઈ ધ્રાંગાધરિયા, નીમેષભાઈ ચંદુભાઈ ધ્રાંગાધરિયા (બોનીટેક એન્જી.) તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિનાં ટ્રસ્ટીઓ સર્વ શ્રી જગુભાઈ ભારદીયા,  જગદીશભાઈ સોંડાગર, મગનભાઈ બોરાણીયા, હરેશભાઈ વડગામા,  ભરતભાઈ ખારેચાનો સહયોગ મળેલ જ્ઞાતિના પ્રમુખ રસીકભાઈ બદ્રકિયાએ તમામ સંસ્થાઓ, તમામ દાતાઓ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરેલ.

(3:50 pm IST)