Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હંસા અને સુરેશ રિક્ષામાં ૪૮ બોટલ સાથે અને વસીમ ૪૨ બોટલ દારૂ સાથે પકડાયો

થોરાળા પોલીસનો ગંજીવાડામાં અને યુનિવર્સિટી પોલીસનો ભીડભંજન સોસાયટીમાં દરોડોઃ શકિલનું નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૧૫: દારૂના બે દરોડામાં થોરાળા પોલીસે રિક્ષામાં ૨૪ હજારના દારૂ સાથે વૃધ્ધા અને યુવાનને પકડ્યા હતાં. જ્યારે યુનિવર્સિટી પોલીસે ૧૨૬૦૦ના દારૂ સાથે એકને પકડ્યો હતો. તેના ભાઇનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

થોરાળા પોલીસે ગંજીવાડા-૧૫માં દરોડો પાડી હંસા ભગવાનજીભાઇ મજેઠીયા (ઉ.૬૫) તથા સુરેશ બચુભાઇ વઢુકીયા (ઉ.૨૫-રહે. આશાપુરા સોસાયટી-૧૬)ને રિક્ષા નં. જીજે૦૩એઝેડ-૦૦૮૬માં રૂ. ૨૪ હજારનો ૪૮ બોટલ દારૂ રાખી નીકળતાં ગંજીવાડા-૧૫માંથી પકડી લીધા હતાં.

પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. ચોૈધરી, કોન્સ. વિક્રમભાઇ ગરચર, યુવરાજસિંહ રાણા, દર્શન સોલંકી સહિતના પેટ્રોલીંગમાં  હતાં ત્યારે સાથેના જયદિપભાઇ ધોળકીયા અને ફારૂકભાઇ શેખની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યારે યુનિવર્સિટી પોલીસે ભીડભંજન સોસાયટી મેઇન રોડ પર પ્લોટ નં. ૧૭-એની બાજુમાં રહેતાં વસીમ યુનુસભાઇ રાઉમા (ઉ.૨૪)ને રૂ. ૧૨૬૦૦ના ૪૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂ શકિલ યુનુસભાઇ રાઉમા પાસેથી લીધો હોઇ તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પુષ્પરાજસિંહ અને જેન્તીગીરીની બાતમી પરથી દરોડો પડાયો હતો.

(3:39 pm IST)