Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દવાઓમાં રહેલી NDMAની અશુધ્ધી બનાવાની નવી -માત્ર બે મીનીટમાં પ્રોસેસ શોધ કરતા પ્રો.નલિયાપરા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનના પ્રો.નલીયાપરાને રીસર્ચ ફેલો કપીલકુમાર ગરચરની સિધ્ધિ

રાજકોટ, તા.૧૫: હાલના સમયમાં દિવસે ને દિવસે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ અનેક લોકો બને છે. આમ કેન્સરને મટાડવા માટેની દવાઓના સંશોધન ખુબ જ થઇ રહ્યા છે. સાથે સાથે કેન્સર ઉત્પન્ન કરનાર પરિબળો વિશે પણ સંશોધન ખુબજ મહત્વનું બની ગયું છે. તાજેતરમાં થયેલા સંશોધન જણાવે છે કે અમુક દવાઓમાં ખૂબજ ઓછી માત્રાઓમાં અશુધ્ધીઓ પણ કેન્સરની બીમારીને નોતરે છે. આ સંશોધનો મુજબ વાલસાટર્ન, લોસાટર્ન, ઇરબીસાટર્ન અને રાનીટીડીન જેવી દવાઓમાં એનનાઇટ્રોસો ફાયમીથાઇલ એમાઇન હોવાનું પ્રસ્થાપીત થયેલ છે. જે અનેક પ્રકારના કેન્સર માટે જવાબદાર છે.

NMDA વિશે અભ્યાસ કરવા માટે તેનું  સંશ્લેષણ જરૂરી બન્યું હતું. અગાવ થયેલા સંશોધન મુજબ તે બનાવું એ કલાકોમાં સમય લાગે છે. પ્રો.વા.ટી.નલિયાપરા અને જે.આર.એ. ફેલો ગળચર કપિલકુમાર એ શોધેલી નવી પધ્ધતી મુજબ ફકત બે મિનીટમાં આ સંયોજન તૈયાર કરવામાં સફળતા મેળવેલ છે. NMDA પીળા રંગનું પ્રવાહી છે. જે વાસ વિહીન છે. હાલમાં આ સંયોજન ફકત સંશોધન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.NMDAના સતત સંપર્કમાં રહેવાથી લીવરને ગંભીર નુકશાન પહોંચે છે. તેમજ અન્ય પ્રકારના કેન્સર થવાનું જોખમ રહે છે. અગાઉ NMDA રોકેટના ઇંધણ બનાવવા ઉપયોગમાં લેવાતું હતું. રોકેટ ફયુલ બનાવતી ફેકટરીની આસપાસના વાતાવરણમાં NMDA ખુબ જ ઉંચી  માત્રામાં જોવા મળ્યું હતું. આમ NMDAનું પ્રોડકશન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું હતું. કેમેસ્ટ્રી ભવનમાં અલગ જ પ્રક્રીયા થી પ્રોફ. વાય.ટી નલીયાપરા દ્વારા બનાવામાં આવેલ NMDA પીળા કલરના પ્રવાહી સ્વરૂપ તેમજ કોઇપણ જાતની સુગંધ વીનાનું છે. આ સંયોજન હાલમાં  U.Sમાં ફકત સંશોધન માટે ઉપયોગમાં લેવાય છે. અગાઉ NMDA રોકેટના ઇંધણ બનાવામાં ઉપયોગમાં લેવાતું હતું પરંતુ આનું પ્રોડકશન તરત જ બંધ કરવામાં આવ્યું જયારે ખૂબ જ ઊંચા પ્રમાણમાં NMDA હવા, પાણી અને માટીના નમૂનાઓમાં જરૂરી કરતાં વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. NMDAના સતત એક્ષપ્લોઝરથી લીવરને ગંભીર નુકસાન પહોંચે છે.

(3:36 pm IST)