Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શકિત ગરબી મંડળ દ્વારા શકિત આરાધના

કાલાવડ રોડ પર આવેલ શકિતનગર ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન નાની બાળાઓ અને ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી શકિત આરાધના કરી હતી. અઘોર નગારાનો રાસ તેમજ શ્રી મહાકાળી માતાજી દ્વારા મહીસાસુરને હણવામાં આવ્યો તે વાતને નૃત્ય નાટીકા રૂપે રજુ કરવામાં આવી હતી. પ્રમુખ ગૌતમભાઇ, ઉપપ્રમુખ પાર્થીવભાઇ, સંગીત સંચાલન ચેતનભાઇ લાલકીયા તેમજ જયદેવસિંહ પરમાર અને સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:36 pm IST)