Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

એનેસ્થેસિયા દર્દીને દુખાવો ભય મુકત કરે છે એનેસ્થેસ્ટિટઃ ઓપરેશન થિયેટરનું સબબ નેતૃત્વ

કાલે ૧૬ ઓકટો.. વર્લ્ડ એનેસ્થેસિયા ડે

રાજકોટઃ આજે ૧૬ ઑકટોબર એટલે વર્લ્ડ એનેસ્થેસિયા ડે. એનેસ્થેસિયા એક ગ્રીક શબ્દ છે જે ઓલિવર વેન્ડલ હોમ્સ આપેલ છે. જેનો અર્થ થાય છે ચેતના વગરનું સૌથી પેલા ડબલ્યુ.ટી  મોર્ટન નામનાં વૈજ્ઞાનિકે ૧૬ ઓકટોબર ૧૮૪૬ ના દિવસે બોસ્ટન યુ. એસ. એ. માં ઈયર નામની એનેસ્થેસિયા દવાનો સફળ પ્રયોગ કરીને દેખાડયો. તેની યાદમાં ૧૬ ઓકટોબર ના દિવસને વિશ્વભરમાં વર્લ્ડ એનેસ્થેસિયા ડે તરીકે ઉજવવામાં આવે છે.આજે તેની ૧૭૩મી વર્ષગાંઠ છે. એનેથેસ્ટેસિયા મેડિકલના ઇતિહાસની યાદગાર શોધોમાંની સૌથી અમુલ્ય શોધ છે, એનેસ્થેસિયાની શોધને કારણે જ આજે શરીરના વિવિધ અંગો જેવાકે મગજ, હૃદય, ફેફસા વગેરેની જટિલમાં જટિલ સર્જરી શક્ય બની શકી છે. એનેસ્થેસિયા આપવું એક જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેના માટે ડોકટરોએ પહેલા એમ. બી. બી. એસ. ની ડિગ્રી લેવી પડે છે અને તેના પછી કાંતો બે વર્ષનો ડિપ્લોમાનો અથવાતો ત્રણ વર્ષનો ડિગ્રીનો કોર્સ કરવો પડે છે તે જે ડોકટર એનેસ્થેસિયા આપવા માટે સક્ષમ ગણાય છે. જેમ ફિલ્મોમાં સૌથી મોટો રોલ નિર્માતા અને નિર્દેશકનો હોય છે , જે પડદા પાછળ રહી કામ કરે છે. તેવો જ મહત્વનો રોલ એનેસ્થેટિસ્ટ અદા કરે છે જે દર્દીના ઓપરેશન માટે દર્દી તેમજ તેમના સગાસંબંધીઓ માટે પડદા પાછળનો કસબી છે. પરંતુ ઓપરેશન થિયેટરમાં સૌથી આગળની હરોળમાં નેતૃત્વ પૂરું પાડે છે. આજે વિવિધ પદ્ધતિઓથી એનેસ્થેસિયા અપાય છે. જેમાંના મુખ્ય ત્રણ પ્રકાર છે. (૧) જનરલ એનેસ્થેસિયા જેમાં પુરા શરીરને બેહોશ કરવામાં આવે છે. (૨) સ્પાઈનલ એનેસ્થેસિયા અને એપિક્યુરલ એનેસ્થેસિયા જેમાં દર્દીને કમરમાં સોય મારીને છાતી નીચેનો ભાગ ખોટો કરવામાં આવે છે. (૩) રિજિયોનલ એનેસ્થેસિયા જેમાં શરીરના જે ભાગમાં સર્જરી કરવાની હોય તેટલો જ ભાગ ખોટો કરવામાં આવે છે. આજે એનેસ્થેસિયાની નવીનવી શોધોને કારણે સર્જીકલ સારવાર દુખાવરહિત અને ભયમુકત બની છે. આજે  એનેસ્થેસિયામાં આધુનિક શોધોને કારણે દુખાવારહિત ડિલિવરી તેમજ ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી કલાકો સુધી દર્દીને પીડારહિત રાખી શકાય છે. આજે હૃદયની તેમજ મગજની સર્જરી દર્દીને ખાસ પ્રકારનું એનેસ્થેસિયા આપીને બેહોશ કર્યા વગર જાગતા જાગતા સંગીત સાંભળતા કરી શકાય છે, જે એક ચમત્કાર છે. આજે એનેસ્થેસિયાનો ઉપયોગ અને એનેસ્થેટિસ્ટ ડોકટરનો રોલ ઓપરેશન થિયેટર પૂરતો સીમિત ના રહેતા કાર્ડિયાક કૅથ લેબમાં , એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી વખતે , રેડિયોલોજી વિભાગમાં માનસિક રોગીઓને ઈલેકટ્રીક શોક સારવાર આપવામાં , બનર્સ વોર્ડ માં , ટ્રોમા સેન્ટરમાં તેમજ અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. . !

આજે એનેસ્થેટિસ્ટ ડોકટર પેઈન કિલનિક માં તેમજ સંઘન સારવાર વિભાગ (આઈ. સી. યુ.) માં નિષ્ણાંત ફિઝિશ્યન તરીકે. સેવા આપી રહેલ છે. આજે એનેસ્થેસિયામાં મગજના ઓપરેશનના બેહોશ કરવાના નિષ્ણાંત ન્યુરો એનેસ્થેટિસ્ટ , હૃદયના ઓપરેશન કરવાના નિષ્ણાંત કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ , નાના બાળકોના બેહોશ કરવાનાં નિષ્ણાંત પીડિયાટ્રિક એનેસ્થેટિસ્ટ, શરીરના અંગોના પ્રત્યારોપણ વખતે બેહોશ કરવાનાં નિષ્ણાંત ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટિસ્ટ વિકાસ જેવી જુદી જુદી સ્પેશિયાલિટી વિકાસ પામી રહી છે, જેનો લોકોને ઘણો બધો ફાયદો ભવિષ્ય માં મળશે. એનેસ્થેટિસ્ટ ડોકટર જયારે કોઈ , પણ કારણોસર માણસનું હૃદય બંધ થઇ જાય ત્યારે અપાતા પુનર્જીવનની (સી, પી. આર.) પ્રક્રિયાના નિષ્ણાંત ડોકટર ગણાય છે, જેની ટ્રેનિંગ જુદા જુદા કાર્યક્રમ રૂપે સામાન્ય માણસોને તેમજ મેડિકલ શાખા સાથે સંકળાયેલ તમામ લોકોને - આખા વર્ષ દરમિયાન સમુહમાં અપાતી રહે છે. આજે વર્ડ એનેસ્થેસિયા ડે નિમિતે એશોશિએશન વતી  રાજકોટ એનેસ્થેસિયાના પ્રમુખ ડો. હેતલ વડેરા, ડો. પ્રતિક દોશી (સેક્રેટરી)નો સંદેશ એજ છેકે કોઈ પણ નાના-મોટા ઓપરેશન પેહલા તમારા એનેસ્થેટિસ્ટ, સાથે મુલાકાત કરવાનું અચુક રાખો અને તેમના દ્વારા અપાતી તમામ સૂચના નું પાલન કરો તથા તેમને એનેસ્થેસિયા આપનાર ડોકટર લાયક ડિગ્રી ધરાવે છે કે નહિ તેનો ખ્યાલ રાખો. ઓપરેશન પછી તમારા એનેસ્થેટિસ્ટ નો આભાર માનવાનું કદીના ભુલો.

(3:35 pm IST)
  • હરિદ્વાર સ્ટેશને ૨૫ જેટલી ટ્રેનો રદ્દ થતા હજ્જારો મુસાફરો રેલ્વે સ્ટેશન ઉપર રઝળી પડ્યા : ગુજરાત સહિતના દેશના વિવિધ ભાગોમાં જતા યાત્રાળુઓ ભારે પરેશાન access_time 3:56 pm IST

  • ટોર્ક મોટરમાં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે: તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે access_time 11:01 pm IST

  • એનસીપી અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચેની લીંક અંગે ક્યારેય પણ તપાસ થઇ ન હોવાનું જાણીતા ધારાશાસ્ત્રી મહેશ જેઠમલાણીએ કહ્યું છે access_time 10:56 pm IST