Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આજી નદીના પટ્ટમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃઅમીન, હરેશ, કિશોર, તોફીક, તુલસી, ઇનાયત અને હુસેનની ધરપકડ

રાજકોટ, તા., ૧પઃશહેરના આજી નદીના પટ્ટમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એએસ સોનારા તથા હરદેવસિંહ, અનીલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે અજીતસિંહ, નિશાંતભાઇ અને મહેશભાઇને મળેલી બાતમીના આધારે આજી નદીના પટ્ટમાં દરોડો પાડી જુગાર રમતા ઘાંચીવાડ શેરી ન઼. ર ના અમીન હાસમભાઇ ડોડીયા (ઉ.વ.૪૪), ભવાનીનગર શેરી નં. રના હરેશ નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪), કેવડાવાડી શેરી નં. ૬/૨૩ ના કિશોર ગીરધરભાઇ કારીયા (ઉ.વ. પ૦) પટેલનગર પાછળ ગોકુલનગર શેરી ન઼ં.૬ના તોફીક રહીમભાઇ શીશાંગીયા  (ઉ.વ.૩૪), ભાવનગર રોડ પાંજરાપોળ શેરી નં. ૨૩ના તુલશી મેઘશ્યામભાઇ ગૌસ્વામી (ઉ.વ.રપ), ઘાંચીવાડ શેરી નં. ૭ના ઇનાયત ઇકબાલભાઇ મોદી (ઉ.વ.રપ) અને ઘાંચીવાડ શેરીનં. ૭ ના હુસેન અબ્દુલભાઇ કરગથરા (ઉ.વ.૩૦)ને પકડી લઇ રૂ. રપ૩પ૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)