Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાજકોટ - મુંબઈ ફલાઈટ ચેમ્બરના પ્રયાસોથી પુનઃ શરૃઃ સાંસદ-ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત

રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા પ્રજાજનોની મુશ્કેલીઓ તથા દિન-પ્રતિદિન રાજકોટ-મુંબઈ તથા દિલ્હી શહેરો વચ્ચે મુસાફરોની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં આ બન્ને શહેરો વચ્ચે એરલાઈન્સ સેવા તુરંત શરૂ કરવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી. રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નો તથા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના મળેલ અવિરત સહકારથી એર ઈન્ડીયા દ્વારા રાજકોટ-મુંબઈ વચ્ચે ૧૫ ઓકટોબરથી રોજીંદાની એક વધારાની ફલાઈટ શરૂ કરવામાં આવેલ છે. આ ફલાઈટ સવારના ૬.૧૦ આવીને ૬.૪૦ ઉપડશે. આ ફલાઈટના લેન્ડિંગ દરમિયાન સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા તથા કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડીયા દ્વારા રાજકોટ એરપોર્ટ ડાયરેકટર તથા ફલાઈટના કેપ્ટન સહિતની ટીમની સ્વાગત મુલાકાત લેવામાં આવેલ. તેમજ વધુમાં આગામી દિવાળી તહેવારોને ધ્યાને રાખી સ્પાઈસજેટ દ્વારા તા. ૨૭-૧૦-૧૯થી રાજકોટ-મુંબઈ વચ્ચે ફલાઈટ શરૂ કરવામાં આવનાર છે અને તેનુ બુકિંગ પણ હાલ શરૂ કરવામાં આવેલ છે. આમ આ શહેર વચ્ચે ત્રણ ફલાઈટ શરૂ થયેલ છે પરંતુ તે હજુ પણ અપુરતી હોય વધુમાં વધુ પાંચ ફલાઈટ શરૂ થાય તેવા રાજકોટ ચેમ્બર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:28 pm IST)