Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાજકોટના બાળ વૈજ્ઞાનિકો મંથન અને ઋતુરાજે ઈલેકટ્રોનિક સરકીટના ઉપયોગથી ડસ્ટબીન બનાવી

કોઈપણ વ્યકિત ડસ્ટબીન પાસે આવશે તો તરત ડસ્ટબીનનું ઢાંકણું ખુલી જશેઃ ડસ્ટબીન ભરાઈ ગયાની જાણ મોબાઈલ ઉપરથી થશે

રાજકોટઃ ''સ્વચ્છતા ત્યાં ભારત'' બાપુના આ સૂત્રને સાકાર કરવા મદદરૂપ બને તેવી 'સ્માર્ટ ડસ્ટબીન' તૈયાર કરનાર ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો રાજયકક્ષાના વિજ્ઞાનમેળા માટે પસંદગી પામ્યા છે.

આશીતાબેન અને અશ્વિનભાઈ ગોંડલિયાના પુત્ર મંથન તથા હેતલબા અને દિપકસિંહ ઝાલાના પુત્ર ઋતુરાજસિંહે ઈલેકટ્રોનિક સરકીટનો ઉપયોગ કરી ડસ્ટબીન તૈયાર કરેલ છે જેમાં અલ્ટ્રાસોનિક સેન્સર, સર્વોમોટર Andno Unoનામના પ્રોગ્રામેબલ કિટ દ્વારા સરકીટ તૈયાર કરી છે જેથી કોઈપણ વ્યકિત ડસ્ટબીન પાસે આવશે કે તરત સર્વો મોટર ફરશે પરિણામે ડસ્ટબીનનું ઢાંકણ આપો આપ ખૂલી જશે અને ઉપયોગ બાદ તરત જ ડસ્ટબીન બંધ થઈ જશે આ રીતે ડસ્ટબીન જાતે ખુલ બંધ થઈ જશે તેમજ ડસ્ટબીન પૂર્ણ ભરાઈ જશે તેની જાણ પણ મોબાઈલ પર થશે આથી તેમાં રહેલ કચરાનો નિકાલ કરી શકાશે.

કે.જી.ધોળકિયા સ્કૂલમાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતાં બંને બાળવૈજ્ઞાનિકો ગોંડલીયા મંથન અને ઝાલા ઋતુરાજ દ્વારા તૈયાર કરાયેલ આ ''Smart Dustbin''નો પ્રોજેકટ સૌ પ્રથમ CRC કક્ષાએ અને ત્યારથી BRC કક્ષાએ રજૂઆત પામેલ હતો. ત્યાથી પસંદગી દ્વારા હવે ગુજરાત રાજયના રાજય કક્ષાના વિજ્ઞાનમેળામાં રજૂઆત પામશે.

આ તકે શાળાના ટ્રસ્ટીશ્રી કૃષ્ણકાંતભાઈ અને જીતુભાઈ ધોળકિયાએ બંને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

(3:27 pm IST)