Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પરીશ્રમએ જીવનનું અભિન્ન અંગ

અસફળતા જ જીવનમાં સફળ થવાનો સાચો મંત્રઃ જીવનમાં ચડાવ-ઉતાર આવ્યા કરે

સફળ વ્યકિતઓનું જીવન ચરિત્ર તમે ધ્યાનથી વાંચશો તો એ લોકો જીવનમાં  સફળ કેમ થયા તે તમે સારી રીતે સમજી શકશો અને તેમની કાર્ય પધ્ધતીને જીવનમાં ઉતારીને સફળ પણ થઇ શકશો. આપણા દેશમાં ઘણા એવા માણસો છે જે પોતાને જીંદગીમાં હારી ગયેલા સમજે છે. તેમને થાય છે કે હવે તેઓ પોતાના જીવનમાં આગળ કાંઇ પણ કાર્ય કરવામાં અસમર્થ રહેશે. આનુ કારણ કદાચ ખાલી એક જ હશે કે તેમને કોઇપણ નવુ કાર્ય કરવાની જીવનમાં શરૂઆત કરી હશે અને એમા તેમને નિષ્ફળતા મળી હશે કે તેમને કોઇપણ નવુ કાર્ય કરવાની જીવનમાં શરૂઆત કરી હશે અને એમા તેમને નિષ્ફળતા મળી હશે એટલે તેઓ હતાશ થઇને બેઠા હશે. પણ તેવા લોકો એક વાતને ભુલી જાય છે કે જીવન તો એક વરસાદની મૌસમ જેવુ છે કે જે મૌસમ ખતમ નો થાય ત્યાં સુધી જેમ વરસાદની આગાહી રહે છે. તેજી આગાહી કરે છે. તેવી રીતે જીવનમાં પણ ઉમ્મીદ અને આશાઓની આગાહી રહયા કરે છે. જીવનમાં તો ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. એવુ આપણા દેશના ઘણા મહાપુરૂષોએ કહયું છે, પણ ઘણા લોકો આ વાકયને સમજીને પોતાના જીવનમાં ઉતારવા નથી અને જીવનમાં હાર માની ને બેસી જાય છે. તેઓએ એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઇએ કે '' અસફળતા જ જીવનમાં સફળ થવાનો સાચો મંત્ર છે. કોઇપણ એક કાર્યમાં નિષ્ફળતા મળે તો બીજા ઘણા કાર્યો છે જેમા સફળતા મળી શકે છે.

ઘણા બધા લોકો ઘણી વાર એમ કહેતા હોય છે કે અમે જે કાર્યોમાં સક્ષમ છીએ એમાંજ અમને અસફળતા મળે છે તો પછી બીજા કાર્યોમાં સફળતા કેવી રીતે મળી શકે ? તેવા લોકોએ એક વાત સમજવી જોઇએ કે કાર્યો કયારે પણ સક્ષમ કે અસક્ષમ નથી હોતા પણ તમારૂ કાર્ય જ તમારા કાર્યો ને સક્ષ્મઙ્ગ અને અસક્ષ્મ બનાવે છે. જેમ જંગલમાં ભુખ્યો સિંહ તેનો શિકાર ગમે તેટલો તાકતવર હોય તો પણ સિંહ પોતાની ભુખને શાંત કરવા માટે જેમ પરીશ્રમ કરે છે એવી જ રીતે જીવનમાં પણ આપણે સફળ થવા માટે પરિશ્રમ તો કરવો જ જોઇએ. કેમ કે જીવનનું બીજુ નામ જ પરિશ્રમ છે. કોઇપણ કાર્યોમાં સફળતાનો સ્વાદ પરીશ્રમ કરવાથી જ મીઠો લાગે છે.  પરિશ્રમએ જીવનનું અભિન્ન અંગ છે. નાનકડી ડાળને પણ વૃક્ષ બનવા માટે પાણી અને સુર્યના પ્રકાશની જરૂર પડે છે.

માણસો સમાજના લોકોની વાતમાં આવીને પણ નિરાશ થઇ જાય છે. જીવનમાં ઘણા એવા લોકો પણ આવશે કે જે તમારી સામે તમારુ સારુ બોલશે પણ પાછળથી તમારૂ ખરાબ બોલશે. આવા લોકોથી હમેશા સાવધાન રહેવુ જોઇએ. દરેક સિકકાની બે સાઇડ હોય છે. એવી જ રીતે દરેક કાર્યોની પણ બે સાઇડ હોય છે. એક જ રીતે દરેક કાર્યોની પણ બે સાઇડ હોય છે. એક છે. ''સફળતા'' અને બીજી છે ''નિષ્ફળતા'' આ વાકય જીવનમાં દરેક કાર્યો કરતી વખતે યાદ રાખવી. માણસ જયારે પોતે એક નાનો બાળક હોય છે ત્યારે તેને એકપણ વસ્તુ કે શબ્દ બોલતા કે શીખતા આવડતો નથી, પણ બોલતા શીખવાડે છે અને આગળ ચાલીને જયારે નાનુ બાળક  સ્કુલમાં જાય છે ત્યારે એમ નથી વિચારતો કે તે આ વસ્તુમાં સફળ થશે કે નિષ્ફળ તે બસ ખાલી આ કાર્ય કરવાનું ચાલુ રાખે છે. જયાં સુધી તેને તેમા સફળતાનો મળે. જીવનમાં પણ આ જ સિંધ્ધાતને પકડી ને ચાલવાનું છે. કોઇપણ નવુ કાર્ય કરવાનું ચાલુ ફરી ત્યારે એમનો વિચારવું જોઇએ કે આ કાર્યમાં સફળતા મલશે કે નિષ્ફળતા આપણે તો ખાલી કાર્ય કરવાનું છે.

નિષ્ફળતાએ સફળ થવાની સીડી છે, જયારે નિષ્ફળતાની સીડી અનુભવ છે અને અનુભવની સીડી તમારા કાર્યોમાં કરેલા પ્રયત્નો છે. જયારે તમે કોઇપણ કાર્ય કરશો તે થકી તમને અનુભવ મળશે ભલે પછી તમને તેમા સફળતા મળશે કે નિષ્ફળતાએ વધારે મહત્વનું  નથી પણ તમારા કાર્યની શરૂઆત મહત્વની છે. આપણે દરેક લોકોએ કયારેકને કયારેક નિષ્ફળતામાંથી સફળતા સુધી પહોંચેલ મહાપુરૂષોની આત્મકથા તો સાંભળી જ હશે આ બધા પુરૂષોની આત્મકથા વાંચી અને તેમાંથી પ્રેરણા લેવી જોઇએ. આ બધી આત્મકથાઓમાંથી આપણને નિષ્ફળતા માંથી બચવા માટેના ઉપાયો પણ મળી જાય છે. આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  એપી જે અબ્દુલ કલામ મેં જીવનમાં સફળતા મેળવવા માટે થોડાક શબ્દો ઉપર પ્રકાશ પાડયું  છે. તેમને કહયું હતુ કે '' TO SUCCEED IN LIFE AND ACHIVE RESULT, YOU MUST UNDERSTAND AND MASTER THREE MIGHTY FORCES-DESIRE,  BELIEF AND EXPECTATION '' આ વાકયમાંથી જ આપણને જીવન જીવવાનો અને સફળતા મેળવવા માટેનો મર્મ મળી જાય છે. માણસ જયારે પોતાનું મન-ગમતુ કાર્યકરવાની પ્રબળ ઇચ્છા રાખે છે. અને તે કાર્યમાં સફળતા મેળવવા માટે મહેનત તથા પરીશ્રમ કરે છે ત્યારે તેને સફળતા અચુક મળે છે. બસ, માણસે પોતે કરેલા કાર્યો ઉપર ભરોસો રાખવાની જરૂર છે. વ્યકિતએ આ પંકિતઓ હમેંશા યાદ રાખવી જોઇએ.

''જીંદગી વિરાન હૈ, અગર વો હારી હે,

 જીંદગી વિરાન હૈ, અગર વો હારી હે,

જીંદગી ખુશહાલ હૈ,

 અગર હમ સબ પૈ ભારી હૈ...

જેનીલ સંઘવી

મો.૯૪૦૯૫૬૨૫૨૩

(3:26 pm IST)