Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કરજણમાં વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાની રીવ્યુ બેઠક : યોજનાઓની જાણકારી અપાઇ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વિકાસની દોડમાં નગરપાલીકાઓને પણ જોડવા અને નવી ટેકનોલોજીથી સજજ કરવા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની ૧૬૨ નગરપાલિકાઓમાં રીવ્યુ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતમાં કરવામાં આવેલ છે. આ અંતર્ગત વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓ માટે કરજણ ખાતે યોજાયેલ રીવ્યુ બેઠકમાં પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા, હાલોલ નગરપાલિકા, કાલોલ નગરપાલિકા, શહેરા નગરપાલિકા, મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકા, લુણાવાડા નગરપાલિકા, સંતરામપુર નગરપાલિકા, દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકા, ઝાલોદ નગરપાલિકા, દેવગઢબારીયા નગરપાલિકા, વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા, પાદરા નગરપાલિકા, ખંભાત નગરપાલિકા, બોરસદ નગરપાલિકા, પેટલાદ નગરપાલિકા, ઉમરેઠ નગરપાલિકા, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા, કરમસદ નગરપાલિકા, આંકલાવ નગરપાલિકા, ઓડ નગરપાલિકા, બાોરીયાવી નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સીઇઓ પટ્ટણી એડી. કલેકટર વી. એન. શાહ, અધિકારીઓ હર્ષિત પી. ગોસ્વામી અને કેતન વનાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટ બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

(3:25 pm IST)