Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વીવીપી કોલેજમાં રાસોત્સવ : સાંપ્રદાયિક એકતાના દર્શન

રાજકોટ : અહીની વીવીપી ઇજનેરી કોલેજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભારતીય સંસ્કૃતિ આધારીત પ્રાચીન અર્વાચીન રાસોત્સવનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ ભાતીગળ વેશભુષામાં ઝુમી ઉઠયા હતા. અદ્યતન ૩૧૦૦૦ વોટની સાઉન્ડ સીસ્ટમ અને શીવરંજની મ્યુઝીકલ ગ્રુપ તેમજ ગાયકો મૌલીકભાઇ ગજજર, દીપ્તીબેન ગજજરે સૌને રમવા માટે મજબુર કરી દીધા હતા. રાસોત્સવની આરતીમાં જાણીતા એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, એડવોકેટ મહર્ષીભાઇ પંડયા, એડવોકેટ જયદેવભાઇ શુકલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના સ્થાપક મુકેશભાઇ દોશી, આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, પ્રાંત કાર્યવાહક કિશોરભાઇ મુંગલપરા, પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઇ દવે, પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઇ રાવલ, પ્રાંત સમાજીક સમરસતા પ્રમુખ દિનેશભાઇ પાઠક, સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, સીન્ડીકેટ સભ્ય મેહુલભાઇ રૂપાણી, સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજના ચેરમેન અપૂર્વભાઇ મણીઆર, ડો. કમલેશભાઇ જોષીપુરા, શ્રીમતી ભાવનાબેન જોષીપુરા, ડો. શ્યામભાઇ ગોહીલ, ડો. રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ ત્રિવેદી, અજયભાઇ જોશી, ડો. ભૌમિકભાઇ ભાયાણી, ડો. ટોલીયા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહેલ. શકિત આરાધનાના આ પર્વે સાંપ્રદાયિક એકતાના દર્શન થયા હતા. પ વિજયી ખેલૈયા તરીકે પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર કરાયા હતા. પ્રિન્સ તરીકે હર્ષ કાનાબાર - મીકેનીકલ, મુકુલ સાગઠીયા - ઇ.સી., રોનક ચાવડા  - ઇ.સી., પ્રશાંત લીંબાસીયા - મીકેનીકલ, હાર્દીક ગોહેલ - કેમીકલ તેમજ પ્રિન્સેસ તરીકે ઢીંડોરા એકતા - બી.ટી., દેવાંગી પાનેરી - કોમ્પ્યુટર, ગોકાણી સેજલ - ઇ.સી., જાનવી કોટક - કોમ્પ્યુટર, લીબાસા બંસી - બી.ટી., વેલડ્રેસ પ્રિન્સ તરીકે જય નિમાવત - ઇલેકટ્રીકલ, અવીન શીંગાળા -  કેમીકલ, શ્રેયાંસ માંડલીયા - ઇ.સી., વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે કીંજલ ગોરાણીયા - ઇ.સી.,  કીંજલ પાટણીયા - આઇ.ટી., વિધિ ભાંડનપુરે - ઇ.સી. વિજેતા જાહેર થતા ઇનામોથી નવાજવામાં આવેલ. નિર્ણાયક તરીકે પિયુષભાઇ પટેલ, દિનેશભાઇ કોઠારી, કેતનભાઇ બોઘાણી, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, શ્રીમતી લીનાબેન શુકલે સેવા આપી હતી. ઉપસ્થિત તમામ માટે પ્રસાદીરૂપ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

(3:25 pm IST)