Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પૂજા હોબી સેન્ટરના બાળકો રાસે રમ્યા

રાજકોટઃ તાજેતરમાં ધુલેશીયા સ્કૂલ ખાતે ૧ દિવસીય દાંડીયારાસનું આયોજન બાળકો તથા વાલીઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધારે બાળકો તથા ૧૦૦ થી વધારે વાલીઓએ દાંડીયારાસની રમઝટ બોલાવી.

દીકરીઓના હસ્તે આરતી કરવામાં આવી હતી. શ્રીમતી રશ્મિબેન અઢીયા તથા બાન લેબ પરિવારના સહાયથી બાળકોને ઈનામો આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો સોનલબેન, દિપ્તીબેન, સીમરનબેન, અલ્પાબેન, અવેશભાઈ, શિવાભાઈ, અજયભાઈ, શ્રેયાબેન, મીનાબેન, આરતીબેન, ભાવનાબેન, દીપાબેન, પૂર્વીબેન, કિંજલબેન, કમલભાઈ, રશ્મીબેન, શ્રૃતીબેન, ડો.પૂજા રાઠોડ, દીપુબેન સંચાલિકા શ્રીમતી પુષ્પા રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)