Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાજકોટ પીપલ્સ બેંકને એવોર્ડ

ફ્રન્ટીયર્સ કો-ઓપરેટીવ બેકીગ (FCB) મુંબઇ દ્વારા ભારતભરની સહકારી બેંકો પાસેથી કો-ઓપરેટીવ બેંકીંગ એવોર્ડઝ-ર૦૧૯ માટે નોમીનેશન મંગાવવામાં આવ્યા હતા. ગોવા ખાતે એવોર્ડ જાહેર કરવામાં આવતા રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા વિવિધ ધિરાણ યોજનાઓ બનાવીને અમલમાં મુકવા બદલ બેંકને ''બેસ્ટ ઇનોવેટીવ પ્રોડકટસ''ના એવોર્ડ એનાયત કરાયો હતો. બેંક વતી બેંકના ચીફ મેનેજર હિતેશ વઘાસીયા અને મેનેજર રાજેશ પાનસુરીયા દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવેલ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:24 pm IST)