Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જેડબ્લુની ૨૪મી વર્ષગાંઠ નિમિતે રકતદાન કેમ્પ

રાજકોટ, અમદાવાદ સહિત ૭ શહેરોમાં યોજાએલ રકતદાન કેમ્પમાં ૩૧૪ યુનિટ લોહીની બોટલ એકત્રઃ સ્ટાફના સભ્યો, રીટેલરોએ પણ રકતદાન કર્યુ

રાજકોટ,તા.૧૪: સામાજીક જવાબદારીના ભાગરૂપે જેડબ્લુ, પુરૂષોના લકઝરી લાઈફ સ્ટાઈલ રીટેઈલ સ્ટોર છેલ્લા ૧૩ વર્ષથી તેમની વર્ષગાંઠના દિવસે, દશેરાએ (જેડબ્લુની ૨૪મી વર્ષગાંઠ નિમીતે) રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું.આ વર્ષે જેડબ્લુએ અમદાવાદ સહિત ૭ શહેરો (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, ભોપાલ, જયપુર) આ રકતદાન શિબિરમાં તમામ શહેરોની કુલ મળીને ૩૧૪ યુનિટ લોહીની બોટલ એકત્રીત થઈ હતી. આ શિબિરમાં જેડબ્લુ મેનેજમેન્ટ અને સ્ટાફના સભ્યો, સાથી રીટેલરો અને તેના મૂલ્યવાન ગ્રાહકોએ પણ રકતદાન કર્યું હતું. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(12:17 pm IST)