Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

૧૨ એપીસોડની વેબ સીરીઝનું નિર્માણ

 યુવા કલાકાર શ્યામ સોનીએ ડ્રીમ્સ પ્રોડકશનના નેજા હેઠળ રોમાન્સ રીવેન્જ જેવા વિષયોને રજુ કરતી વેબસીરીઝનું માત્ર ત્રણ જ દિવસોમાં નિર્માણ કરેલ છે. ૧૨ એપિસોડમાં વિભાજિત આ વેબસીરીઝમાં કલાકાર તરીકે શ્યામ સોની,ખ્યાતી દવે, રીમ્પલ નથવાની, યતીન આશરા, દીપેશ સોની, મહેશ બુદ્ધદેવ, દિલીપ દવે, જય પડિયાએ અભિનયનાં ઓજસ પાથર્યા છે. વેબસીરીઝનું લેખન રાજકોટનાં આકાશવાણીના એનાઉન્સર અને જાણીતા નાટ્યકાર શુભમભાઈ અંબાણીએ તેમજ દિગ્દર્શન રીમ્પલ નથવાણીએ કરેલ છે. ઉલ્લેખનીય છે કે શ્યામ સોની(મો.૭૪૦૫૪ ૫૩૪૬૮) એ 'ડાયા ઘરનાં બધા જ ગાંડા', 'નરસિંહ મહેતા', 'ગામડાની ગોરી',' સાવધાન' જેવા નાટકોમાં અને મેડ ઈન ચાઈના, યુવાશ્રમ, સમયચકમાં પણ અભિનય આપેલ છે. યુ ટયુબ પર તેનો પ્રોમો નિહાળી શકાય છે.

(4:53 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • પછાત જાતિ વર્ગના લોકો માટે 27 ટકા અનામતની વહેંચણી કરવામા આવે. નહીંતર 2019માં ઉત્તરપ્રદેશમાં ભાજપનું ખાતું પણ નહીં ખુલવા દઉં:યોગી સરકારના મંત્રી પ્રકાશ રાજભરેની ચેતવણી : યુપી સરકારમાં પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સાથીપક્ષ ભાજપ સામે બલિયામાં આકરી ટીપ્પણીઓ કરી: રાજભરે વધુમાં કહ્યુ છે કે ગોરખપુર, ફૂલપુર, કૈરાના અને નૂરપુરના ચૂંટણી પરિણામોને યાદ કરી લેજો. access_time 12:23 am IST

  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના સરપંચ અને તલાટી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા:સ્ટ્રીટ લાઈટના પોલનું બિલ પાસ કરવા કોન્ટ્રાકટર પાસે માંગી હતી લાંચ: access_time 5:58 pm IST