Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

એ હાલો''રઘુવંશી બીટસ''ના રાસોત્સવમાં : ખેલૈયાઓને મોજ

સાધુ વાસવાણી રોડના રાસોત્સવનો રંગ જામ્યોઃ રઘુકુળ યુવા ગ્રુપની ટીમની ભવ્ય સફળતા

  રાજકોટઃ અકિલા રઘુવંશી બીટસમાં નવરાત્રીનો રંગ બરાબરનો જામ્યો છે. આયોજનને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. સુરક્ષીત, સુસંસ્કૃત પારીવારીક વાતાવરણમાં ૪૦૦૦ થી વધુ ખેલૈયાઓ જમાવટ કરી રહયાં છે. સતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન   રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવનુ આયોજન સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે કરાયું છે. અનુભવી અને પ્રતિષ્ઠિત આયોજકોની ટીમ દ્રારા યોજાયેલા આ પારીવારીક મહોત્સવમાં ચોથા અને પાંચમાં નોરતે માનવંતા મહેમાનોએ હાજરી આપી રાસોત્સવ માણ્યો હતો.

આ ઉપરાંત શનિવાર તથા રવીવારે માનવંતા અતિથિઓ તરીકે  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહપરીવાર, ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા, પ્રવિણભાઈ રૂપારેલીયા,  મીનાબેન રૂપારેલીયા, કોમલબેન રૂપારેલીયા, શીતલબેન ગણાત્રા, દિનેશભાઈ ધામેચા, નિલેશભાઈ તન્ના, બલરામભાઈ કારીયા, બીનાબેન કારીયા, વિમલભાઈ બગડાઈ, વિજેનભાઈ કોટક, હર્ષાબેન કોટક, હેમલભાઈ સોની, શોભનાબેન સોની, ભકિતબેન ગણાત્રા, પરાગભાઈ ગણાત્રા, જયેશભાઈ અંબાવી, બીનાબેન અંબાવી, ચંદુભાઈ રાયચુરા, ખુશ્બુબેન કાનાબાર (પી.એસ.આઈ.), ભાવેશભાઈ રૂપારેલીયા, અલ્પેશભાઈ ગણાત્રા, હીમાણીબેન વિઠૃલાણી, યોગીબેન રાયઠઠૃા, અમીતભાઈ દાવડા, ડો. પ્રકાશ આર. કાગડા, ધૃ્રતીબેન, વિરેન્દ્રભાઈ વસંત, સોનલબેન વસંત, હેમલબેન સોની, નીતાબેન સેદાણી, અંજનાબેન માંકડ, અલ્પેશભાઈ કટારીયા, પ્રિયંકાબેન કટારીયા, એ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

સાધુવાસવાણી રોડ પરના વિશાળ ગ્રાઉન્ડમાં  જે.બી.એલ.ની ૧ લાખ ની સાઉન્ડ સીસ્ટમ્સ ના સથવારે રધુવંશી ખૈલૈયા  ઝુમી રહયાં છે. સીંગર ટીમ જીગનેશ સોની, શ્યામ મહેતા,ભુમી મહેતા, એંન્કર તરીકે હર્ષલ માંકડ(હેયાન) તથા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ટીમના હરીઓમ પંચોલી (રીધમ એરેન્જર), વિધેય સાગઠીયા ( (ફોરપીસ પ્લેયર), શીવમ ભટૃ (ફોરપીસ પ્લેયર), હર્ષ મંડોરા (બાસ પ્લેયર), ગુંજન પંડયા (ઓકટોપેડ પ્લેયર), કપીલ ટીમાણીયા (ઢોલ પ્લેયર), દર્શન ખાંદલ (કી–બોર્ડ પ્લેયર)પર પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે ઘુમવા મજબુર કરે છે. તથા ભવાની સીકયુરીર્ટી અભીમન્યુસિંહ ગ્રાઉન્ડ પર સીકયુરીટી પુરી પાડી રહયાં છે.

ચોથા તથા પાંચમાં નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ–એ માં  પ્રિન્સ તરીકે રૂદ્ર કકકડ, સાહિલ ઠકકર, શોર્ય  અઢીયા, ચોટાઈ નૈરીત, કકકડ દ્રિતીયમ, ચંદારાણા ઘ્યાનમ તથા પ્રિન્સેસ તરીકે વિશ્વા ઠકકર, ત્રીશા ભુપતાણી, ઝાંસી જસાણી, કતીરા પ્રેશા, અમલાણી જીલ, ઉનડકટ બીનીતા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ હિતેશ આહયા  તથા પ્રિન્સેસમાં વિધી કાનાબાર તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે મીત કારીયા,  જૈમીત નથવાણી, જય વસાણી, દિપ અમલાણી, કૃણાલ ચંદારાણા, શ્યામ ઠકકર તથા પ્રિન્સેસ તરીકે અદીતી ખખ્ખર, નીતી કોટેચા, કમીલ ચંદારાણા, થીરા ખખ્ખર, દિશા જસાણી, ચાર્મી નથવાણી વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં મિત સેજપાલ તથા ચાંદની ભોજાણી  તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે જગદીશભાઈ વિઠૃલાણી, પ્રવિણભાઈ તન્ના, જીજ્ઞાબેન નંદાણી, જાનવીબેન વિજેતા બન્યા હતાં.

જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા પોતાની તટસ્થ સેવા આપી રહયાં છે. વિશાળ મેદાનમાં રાખેલુ સેલ્ફી ઝોન આર્કષણનું કેન્દ્ર બની રહયું છે.

શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, બલરામભાઈ કારીયા, નિલેશભાઈ તન્ના, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, ધવલભાઈ ચેતા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ,  વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના ૩૦૦ થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર સતત ખડેપગે રહી આયોજનને ક્ષતિશુન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે. સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં  કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે. વિશેષ વિગતો માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩ ૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ ર૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪પ૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

(4:52 pm IST)