Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવી તરાહના ગરબાઓ સાથે રાજકોટમાં રમઝટ બોલાવતી ધરા શાહ

નીલ સિટી કલબ આયોજીત નવરાત્રી મહોત્સવમાં સુરતની સુરલી જમાવટઃ કિશોર-તલતના ગીતોની જમાવટ કરતા પ્રિતમ શાહ અને ધરા ''અકિલા''ની મુલાકાતે

''અકિલા'' કાર્યાલયે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીત કરતા ગાયિકા ધરા શાહ, તેમના પિતા પ્રિતમભાઇ શાહ, આર.ડી. પોપટ સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧પ : ''નવરાત્રીમાં કોમર્શીયલનુ પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે અમારે પરફોન્સમા પણ અસર પડે છે. પરંતુ જો તેમાં માતાજીની ભકિત મળી જાય તો માતાજીની મૂર્તિને શોધવા ન જવુ પડે'' તેમ ''અકિલા'' કાર્યાલયે ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં મૂળ  ભાવનગરના હાલ સુરત સ્થિત ગાયિકા ધરા શાહે જણાવ્યું હતું.

રાજકોટમાં નીલ સિટી કલબ-ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધરા શાહ પોતાના સ્વરના સ્થવારે ખેલૈયાઓને ગરબા રમાડીને ધુમ મચાવે છે.

''અકિલા'' કાર્યાલયે ધરા શાહે જણાવ્યુ કે, રાજકોટ મારા માટે નવુ નથી હું નાનપણથી જ મારા પિતા પ્રિતમભાઇ શાહ સાથે આવતી, ત્યારના માહોલને અત્યારનો માહોલ અલગ છે. નીલ સિટી કલબના ગરબા મહોત્સવમાં લોકો ઝુમી રહ્યા છ.ે

માતાજીની આરાધનામાં હિન્દી ગીતોના ઉપયોગ અંગે ગાયિકા ધરા શાહે કહ્યું કે ૩૬પ દિવસમાંથી આપણે માત્ર ૧૦ દિવસ માતાજીની આરાધના માટે માત્ર ગરબાનો જ ઉપયોગ કરવો જોઇએ જો હિન્દી ફિલ્મ ગીતોનો ઉપયોગ કરો તો તેમા ''ગરબાની છાટ'' હોય તેવા ગીતો પસંદ કરવા જોઇએ.

ધરા શાહે વધુમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિને બચાવી રાખવા માટે પ્રયત્નો કરવા જોઇએ અને આ માટે મારી પોતાની ''યુટયુબ ચેનલ'' ધરા શાહમાં જુદા-જુદા ગીતો રજુ કરૂ છું.

જેમાં મારૂ ''ઓઢણી'' ગીત ખૂબજ ફેમસ થયું છે આ ઉપરાંત ''વા...વાયા...ને...'' રપ લાખ વ્યુઅર્સ મળ્યા છે યંગ જનરેશનને હું નવુ-નવુ આપવાના પ્રયત્ન કરૂ છું.

ધરા શાહના પિતા પ્રિતમભાઇ શાહ પણ મોટા ગજાના કલાકાર છે અને અવારનવાર તેઓ રાજકોટમાં હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમો આપી ચુકયા છ.ે તેઓએ પણ ''અકિલા'' કાર્યાલયે હિન્દી ફિલ્મ ગીત રજુ કર્યું હતું.

ભાવનગરની વતની ધરા શાહે ઓઢણી, ગરબા સોંગ બનાવ્યું છે આ ગરબા સોંગ ધરાએ તેની યુટયુબ ચેનલ પર અપલોડ કર્યું છે. આ ગરબા સોંગ ધરાએ માત્ર ૧પ મિનિટમાં ગરબા સોંગ લખ્યું અને કમ્પોઝ કર્યું છે. ઓઢણી, ગરબા સોંગનું મ્યુઝિક અરેન્જમેન્ટ જિમ્મી દેસાઇ અને ધરાએ કયું છે. ગરબાનું શુટિંગ રો-કુટેજ ટીમનામેમ્બર ધ્રુવલ પટેલ અને ધર્મેશ મિસ્ત્રીએ અમદાવાદ પાસે આવેલી અંબાવાવમાં રાત્રે કર્યું છ.ે

ભાવનગરના વોઇસ ઓફ કિશોરકુમાર તરીકે જાણીતા પ્રીતમભાઇ શાહની પુત્રી ધરા શાહ ભાવનગર ગુજરાત અને ભારતનું નામ પણ પુરા વિશ્વમાં પોતાની ગાયકી દ્વારા પ્રસ્થાપિત કર્યું છે ધરા શાહ પ્લેબેક સિંગર તરીકે ઘણા પ્લેબેક સિંગર તરીકે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ભાવનગરમાં પોતાની કારકિર્દિની શરૂઆત કરી અને અત્યારે સુરતને પોતાની કર્મભૂમિ બનાવીને સતત વ્યસ્ત કારકિર્દિ ઘડી રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષથી સતત ગુજરાતના સૌથી લોકપ્રિય અને વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રીમાં પોતાનું એક નવુ જ ગુજરાતી વિડીયો આલ્બમ બાર પાડવાની પરંપરા શરૂ કરી છ.ે

ભાવનગરના પ્રખ્યાત ઇસ્કોન કલબ ખાતે કલા સંસ્થા 'મોજ' ના સહયોગથી આજના એકદિવસીય નવરાત્રી મહોત્સવમાં લોન્ચ કર્યું હતું

અકિલા કાર્યાલયે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની મુલાકાત સમયે ધરા શાહની સાથે તેમના પિતા પ્રિતમભાઇ શાહ, રાજકોટના આર.ડી.પોપટ ઉપસ્થિત રહ્યા હતા.

પિતાના ગાયન કલાના વારસાને આગળ વધારતી પુત્રી

રાજકોટ તા.૧૫: મુળ ભાવનગરનાં ગાયિકા ધરા શાહે કહયું કે માત્ર પુત્રજ પિતાના વંશને આગળ વધારી શકે તેવું નથી

હું પુત્રી તરીકે પિતાના ગાયન ક્ષેત્રને આગળ વધારી રહી છું અને મારા સ્ટુડિયોનું નામ પણ પપ્પાના નામ ઉપરથી જ રાખ્યું છે.

(4:46 pm IST)