Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજકોટ પૂર્વમાં નવનિયુકત એસીપી પ્રદીપસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ક્રાઈમ બ્રાંચ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિત મહત્વની બ્રાંચ-પોલીસ સ્ટેશન્સમાં નોંધનીય કામગીરી કરનાર અનુભવી અધિકારી

રાજકોટ, તા. ૧૫ :. તાજેતરમાં રાજ્યના ડીવાયએસપી દરજ્જાના અધિકારીઓની બદલી અને પોલીસ ઈન્સ્પેકટરની બઢતી સાથે થયેલા આંતરીક ફેરફારો અંતર્ગત લીંબડી ડીવાયએસપી પદેથી રાજકોટ પૂર્વના એસીપી તરીકે નિમણૂક પામેલા પ્રદીપસિંહ જાડેજાએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. ભાવનગર, અમદાવાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને વડોદરા ક્રાઈમ બ્રાંચ જેવી રાજ્યની મહત્વની બ્રાંચોમાં ફરજ બજાવી ભાંગફોડીયા તત્વોને ઝેર કરવા ઉપરાંત મિલ્કત વિરોધી ગુન્હાઓના ડીટેકશનમાં મહત્વની કામગીરી પ્રદીપસિંહ જાડેજા બજાવી ચૂકયા છે. અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ વખતે ક્રાઈમ બ્રાંચ દ્વારા તબક્કાવાર દેશ વિરોધી તત્વોના મૂળ સુધી પહોંચવાની કામગીરીમાં શ્રી જાડેજા પણ સામેલ હતા. રાજકોટમાં અનુભવી અધિકારીની નિમણૂંક પૂર્વ વિભાગ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનોનો ક્રાઈમ રેટ નીચો લાવવા મહત્વપૂર્ણ બની રહેશે. (મો. ૯૮૨૫૨ ૧૫૬૮૨)

(4:42 pm IST)