Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા 'ઉડાન' : શનિવારે યુવા સંમેલન

યુવાનો જ સુપર પાવર હોય દિશા દર્શન કરવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન : જાણીતા મોટીવેશ્નલ સંજય રાવલ સેમીનાર સંબોધશે : પાટીદાર યુવક યુવતીઓને આહવાન : વિનામુલ્યે એન્ટ્રી : રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

રાજકોટ તા. ૧૫ : વિશ્વના કોઇપણ દેશ કરતા સૌથી વધારે યુવાનો ભારત પાસે છે. ત્યારે દેશના સુપર પાવર સમાન યુવા ધનને સાચા દિશા દર્શન કરાવવાના ઉમદા આશયથી રાજકોટમાં ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા યુવા સેમિનાર 'ઉડાન' નું આયોજન કરાયુ છે.

સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા  ઉમિયા યુવા ફાઉન્ડેશનના યુવાનોએ જણાવેલ કે આગામી તા. ૨૦ ના શનિવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશીપ પાસે, મોટામવા ખાતે સાંજે પ વાગ્યે 'ઉડાન એક અલગ વિચાર' શીર્ષક તળે યોજવામાં આવેલ આ યુવા સેમીનારમાં જાણીતા મોટીવેશ્નલ સ્પીકર, લેખક અને અમદાવાદના ઉદ્યોગ સાહસીક સંજય રાવલ ઉપસ્થિત રહી યુવાઓને સંબોધશે.

પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ છગનભાઇ કણસાગરા (ફિલ્ડ માર્શલ પરિવાર) અને પટેલ સેવા સમાજના ટ્રસ્ટી નંદલાલ લક્ષ્મણભાઇ માંડવીયા (એલ.જી.પટેલ પરિવાર) આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર દાતા છે.

યુવા વર્ગને લક્ષ્યાંક સિધ્ધ કરવા યથા માર્ગદર્શન મળી રહે તેવા આશયથી પાટીદાર યુવક યુવતીઓ માટે ગોઠવવામાં આવેલ આ સેમિનારમાં એન્ટ્રી વિનામુલ્યે છે. પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન અને પાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સેમીનારમાં ૧૫ થી ૩૫ વર્ષના ઉમિયા પરિવારના યુવક યુવતીઓએ અચુક લાભ લેવા અને રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ (મો.૯૪૦૮૧ ૭૫૧૧૧) ખાતે રૂબરૂ અથવા રવિભાઇ ચાંગેલા (મો.૯૮૨૪૯ ૦૬૬૫૫) અથવા હિરેન સાપોવાડીયા (મો.૯૭૨૩૫ ૯૧૩૩૬) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા આ પૂર્વે શીદસરમાં ધ્વજા રોહણ, અમૃતમ કાર્ડ કાઢી આપવા કેમ્પ, સમયાંતરે આરોગ્ય કેમ્પ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં પ્રોત્સાહીત કરવાની પ્રવૃત્તિઓ થઇ રહી છે.

સંગઠન સમિતિના ચેરમેન મનિષભાઇ ચાંગેલાના જણાવ્યા મુજબ પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષમાં સીનીયર સીટીઝનોની વડીલ વંદના, ઔદ્યોગીક સેમીનાર, સાસુ વહુ અને દીકરીનું સ્નેહ મિલનના સફળ આયોજનો બાદ હવે યુવક યુવતીઓ માટે માર્ગદર્શક સેમીનારનું આ વિશાળ આયોજન થવા જઇ રહ્યુ છે. આ માટે મંડળના મંત્રી કિશોરભાઇ ઘોડાસરા, પટેલ પ્રગતિ મંડળના મંત્રી સંજયભાઇ કનેરીયા, ખજાનચી જગદીશભાઇ પરસાણિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમિયા યુવા ફાઉન્ડેશનના પ્રમુખ રવિભાઇ ચાંગેલા, ઉપપ્રમુખ હિરેનભાઇ સાપોવડીયા, ટ્રસ્ટી મંથન ડઢાણીયા, ડો. મિલન ઘરસંડીયા, ડો. કે. વી. પટેલ, ડો. મનિષ વિડજા, કેવલ ખીરસરીયા, જય કડીવાર, દેવેન દેત્રોજા, અંકુર માકડીયાના માર્ગદર્શન હેઠળ સેમીનારને સફળ બનાવવા ઉમિયા યુવા ફાઉન્ડેશનની ટીમ તથા પટેલ સેવા સમાજના મહિલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણી, રાજેશ્રીબેન રોજીવાડીયા, હેતલબેન કાલરીયા, કંચનબેન મારવાડીયા, ચંદ્રીકાબેન ટીલવા, સુરેખાબેન કનેરીયા, નયનાબેન ડાંગરેસીયા, વર્ષાબેન મોરી, ગીતાબેન ગોલ, વર્ષાબેન મોરી, શીતલબેન દેકીવાડીયા, રીટાબેન કાલાવડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સમગ્ર 'ઉડાન' સેમીનાર અંગેની વિગતો વર્ણવતા પ્રમુખ રવિભાઇ ચાંગેલા, હિરેનભાઇ સાપોવાડીયા, ટ્રસ્ટી મંથન ડઢાણીયા, ડો. મિલન ધરસંડીયા, કેવલ ખીરસરીયા, જય કડીવાર, દેવેન દેત્રોજા, ડેની ડઢાણીયા, ચિંતન ચાંગેલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:37 pm IST)